સોપોરમાં બુરખો પહેરેલી મહિલાએ CRPF ચેક પોસ્ટ પર ફેંક્યો બૉમ્બ, સામે આવ્યો વીડિયો
જમ્મુ કાશ્મીરના સોપોરમાં સનસનીખેજ વીડિયો સામે આવ્યો છે.
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના સોપોરમાં સનસનીખેજ વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં બુરખો પહેરેલી એક મહિલા જોવા મળી રહી છે જે સોપોરમાં સ્થિત એક સીઆરપીએફ બંકર પર બૉમ્બ ફેંકી દે છે. આ વીડિયોને ખુદ સીઆરપીએફે જાહેર કર્યો છે. વીડિયોમાં જે મહિલા સીઆરપીએફ ચેક પોસ્ટ પર બૉમ્બ ફેંકી રહી છે તેની ઓળખ થઈ ગઈ છે. જમ્મુ કાશ્મીરના આઈજીપી વિજય કુમારે જણાવ્યુ કે સોપોરમાં સીઆરપીએફ બંકર પર બૉમ્બ ફેંકનારી મહિલાની ઓળખ થઈ ગઈ છે. તેની બહુ જલ્દી ધરપકડ કરવામાં આવશે.

ફૂટેજમાં જોઈ શકાય છે કે મહિલા સીઆરપીએફ ચેક પોસ્ટ પાસે રસ્તા વચ્ચે અચાનક રોકાય છે. પછી મહિલા પોતાના પર્સને ખોલે છે અને તેમાંથી બૉમ્બ કાઢીને તેને ચેક પોસ્ટની અંદર નાખી દે છે અને ત્યારબાદ તે ઘટના સ્થળેથી ભાગી જાય છે. પોલિસનુ કહેવુ છે કે આ બૉમ્બ ચેક પોસ્ટની બહાર જઈને પડ્યો જેના કારણે કોઈ ઘાયલ ના થયુ અને કોઈનુ મોત પણ થયુ નથી. ઘટના બાદ તરત જ વિસ્તારને સંપૂર્ણપણે ઘેરી લેવામાં આવ્યો હતો. પોલિસનુ કહેવુ છે કે બૉમ્બ ફેંકનારી મહિલાની ઓળખ થઈ ગઈ છે અને તેની જલ્દી ધરપકડ કરી લેવામાં આવશે.
#WATCH Bomb hurled at CRPF bunker by a burqa-clad woman in Sopore yesterday#Jammu&Kashmir
— ANI (@ANI) March 30, 2022
(Video source: CRPF) pic.twitter.com/Pbqtpcu2HY
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
