જ્ઞાનવાપી મસ્જિદ સર્વેના વીડિયો સાર્વજનીક ના કરવામાં આવે: કોર્ટ
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં જિલ્લા અદાલતે મંગળવારે કહ્યું કે સર્વેના વીડિયો અને ફોટોગ્રાફ્સ સાર્વજનિક ન કરવા જોઈએ. વારાણસી કોર્ટે કહ્યું હતું કે દાવામાં પક્ષકારોને માત્ર વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફ્સની નકલો આપવામાં
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં જિલ્લા અદાલતે મંગળવારે કહ્યું કે સર્વેના વીડિયો અને ફોટોગ્રાફ્સ સાર્વજનિક ન કરવા જોઈએ. વારાણસી કોર્ટે કહ્યું હતું કે દાવામાં પક્ષકારોને માત્ર વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફ્સની નકલો આપવામાં આવશે પરંતુ પક્ષકારોએ ખાતરી કરવી પડશે કે કોર્ટની પરવાનગી વિના આ સાર્વજનિક રૂપે શેર કરવામાં ન આવે.

વારાણસી કોર્ટનો આ આદેશ 5 હિંદુ મહિલાઓની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફીની કોપી માંગતી અરજી પર આવ્યો છે. સાથે જ મસ્જિદ કમિટીએ વીડિયોને સાર્વજનિક કરવાની માંગનો વિરોધ કર્યો છે. સોમવારે જ્ઞાનવાપી મસ્જિદ સર્વેનો એક વીડિયો લીક થયો હતો, જે બાદ હિંદુ પક્ષે આજે કોર્ટમાં સીલબંધ પેક એન્વલપ્સ જમા કરાવવા કહ્યું છે. જણાવી દઈએ કે જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરીને લઈને દાખલ કરાયેલી અરજીઓ પર જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.
સોમવારે થઇ સુનવણી
જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર સોમવારે જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સોમવારે અંજુમન ઈનાઝાનિયા મસ્જિદ કમિટી તરફથી સમગ્ર મામલાને બરતરફ કરવાની માંગ કરવામાં આવી હતી. જેના પર અરજદાર મહિલાના વકીલે વાંધો ઉઠાવ્યો હતો. જે બાદ કોર્ટે કેસની સુનાવણી 4 જુલાઈ સુધી સ્થગિત કરી દીધી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
