Video : ઓગસ્ટ સુધીમાં એનડીએ સરકાર પડી જશે, લાલુ પ્રસાદ યાદવનો મોટો દાવો
સહયોગી પક્ષોના સહારે ચાલી રહેલી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ગમે ત્યારે પડી શકે છે. દાવાઓ વચ્ચે હવે લાલુ પ્રસાદ યાદવે મોટો દાવો કરી દીધો છે.
રાષ્ટ્રીય જનતા દળ અધ્યક્ષ વડા લાલુ પ્રસાદે આગાહી કરી છે કે કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકાર ઓગસ્ટ સુધીમાં પડી શકે છે અને ચૂંટણી ગમે ત્યારે થઈ શકે છે.

લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, હું પાર્ટીના તમામ કાર્યકરોને તૈયાર રહેવાની અપીલ કરું છું, કારણ કે ચૂંટણી ગમે ત્યારે થઈ શકે છે. દિલ્હીમાં મોદીની સરકાર ઘણી નબળી છે અને ઓગસ્ટ સુધીમાં પડી શકે છે.
આરજેડીના સ્થાપના દિવસના સમારોહમાં તેજસ્વી યાદવે કહ્યું કે, સત્તાના લોભમાં જનતા દળ (યુ)ના લોકોએ તેમની વિચારધારા સાથે સમાધાન કર્યું અને ભાજપ સાથે ગઠબંધન કર્યું. રાષ્ટ્રીય જનતા દળ એકમાત્ર એવો પક્ષ છે જેણે ન તો સમાધાન કર્યું કે ન તો ઘૂંટણિયે પડ્યો. અમારી લડાઈ નબળા અને વંચિત લોકો માટે છે.
તેજસ્વી યાદવે કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં અમારો વોટ શેર 9% વધ્યો, જ્યારે NDAનો વોટ શેર 6% ઘટ્યો. આજે આરજેડીએ 4 સીટો જીતી છે. અમે વધુ જીતી શક્યા હોત. તેમ છતાં આ લોકસભા ચૂંટણીમાં અમારા ગઠબંધને 9 બેઠકો જીતી છે.
લોકસભા ચૂંટણીમાં બીજેપીને 240 બેઠકો મળી પરંતુ બહુમતી 272 ના આંકડાથી દુર રહી. ભાજપે સાથી પક્ષો JD(U) અને TDP સહિતના સમર્થનથી સરકાર બનાવી અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા.
#WATCH | Former Bihar CM and RJD chief Lalu Prasad Yadav says, "I appeal to all party workers to be ready, as elections can happen anytime. Modi's government in Delhi is very weak and it can fall by August..." pic.twitter.com/WHK832xH62
— ANI (@ANI) July 5, 2024
જ્યારથી નરેન્દ્ર મોદી ત્રીજી વખત સત્તામાં આવ્યા ત્યારથી ઘણા વિપક્ષી નેતાઓ દાવો કરી રહ્યા છે કે સરકાર લાંબો સમય નહીં ચાલે અને થોડા મહિનામાં પડી જશે. લાલુની તાજેતરની ટિપ્પણીએ ફરી એકવાર આવો દાવો કર્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
