Video : MiG 21 દુર્ઘટનાનો વીડિયો સામે આવ્યો, જાણો કોણ હતી 3 મૃતક મહિલાઓ?
વધુ એક વખત ફાઈટર વિમાન MiG 21 દુર્ઘટનાગ્રસ્ત થયુ છે અને આ ઘટનામાં ત્રણ સ્થાનિકો મહિલાઓના મોત થયા છે. હવે આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ભારતીય વાયુસેનાનું MiG 21 વિમાન સુરતગઢ તરફ આકાશમાં ઉડી રહ્યું હતું. આ દરમિયાન અચાનક પાયલટ પ્લેનમાંથી બહાર નીકળી ગયો અને વિમાન સ્થાનિક રતન સિંહ રાયસિંહના ઘર ઉપર ક્રેશન થયુ.

દુર્ઘટના બાદ ત્યાં જોરદાર વિસ્ફોટ થયો હતો અને સ્થળ પર તપાસ કરતા ત્રણ મહિલાઓ કાટમાળ નીચે દટાયેલી મળી આવી હતી. આ તમામ મહિલાઓના દુર્ઘટનામાં મોત થયા છે.
મીડિયા સાથે વાત કરતા સ્થાનિકોએ જણાવ્યુ કે, મિગ-21 દુર્ઘટનામાં માર્યા ગયેલી મહિલાઓ સ્થાનિક રતન સિંહ, લાલ સિંહ અને રામપ્રતાપના પરિવારની હતી. આ ઘટનામાં પાયલોટનો સુરક્ષિત બચાવ થયો છે.
હનુમાનગઢ જિલ્લા કલેક્ટર રુકમણી રિયારે જણાવ્યું કે, ભારતીય વાયુસેનાના અધિકારીઓ અને ગૃહ મંત્રાલયને મિગ-21 ક્રેશ અંગે જાણ કરવામાં આવી છે. બીજી તરફ વહીવટી તંત્ર અને પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને જેસીબીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી કરી રહી છે.
જણાવી દઈએ કે, ભારતીય વાયુસેનાના આ મિગ-21 એ શ્રીગંગાનગરના સુરતગઢ એરબેઝથી નિયમિત ઉડાન ભરી હતી. પ્લેન ક્રેશ થવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
જો કે આ પહેલી વખત નથી, આ પહેલા પણ ગયા વર્ષે 28 જુલાઈએ રાજસ્થાનના બાડમેરમાં મિગ-21 ક્રેશ થયું હતું. જેમાં બે પાયલટ વિંગ કમાન્ડર એમ રાણા અને ફ્લાઈટ લેફ્ટનન્ટ યુનિક બલ શહીદ થયા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
