Video: કોરોનાને માત આપી આ બંને બહેનો રસ્તા પર કરવા લાગી ધમાકેદાર ડાંસ
Video: કોરોનાને માત આપી આ બંને બહેનો રસ્તા પર કરવા લાગી ધમાકેદાર ડાંસ
નવી દિલ્હીઃ આખા દેશમાં કોરોનાનું સંક્રમણ તેજીથી ફેલાઇ રહ્યું છે. અત્યાર સુધી દેશભરમાં 11 લાખ મામલા સામે આવી ચૂક્યા છે. જેનાથી મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત થયુ છે. આ દરમિયાન પુણેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં બહેનનો કોરોના ઠીક થયા બાદ છોકરી રસ્તા પર જ ધમાકેદાર ડાંસ કરવા લાગી. કોરોનાથી જંગ જીતવાની ખુશી તેમના ચહેરા પર સ્પષ્ટ જોઇ શકાતી હતી.

સલોની સિવાય આખો પરિવાર સંક્રમિત
મરાઠી ટીવી એક્ટ્રેસ સલોની સાતપુતે પુણેમાં પોતાના પરિવાર સાથે રહે છે. તેમણે મરાઠી બિગ બૉસ અને કેટલાક ટીી સીરિયલોમાં પણ કામ કર્યું છે. આ દરમિયાન તેમના પરિારના બધા સભ્યો કોરોનાથી સંક્રમિત થઇ ગયા. માત્ર સલોની એકલી જ કોરોનાથી બચી ગઇ હતી. સ્વાસ્થ્ય વિભાગની ટીમે પરિવારના તમામ સભઅયોને 20 દિવસ સુધી હોસ્પિટલમાં રાખ્યા, જ્યારે સલોનીને ઘરે જ ક્વોરેન્ટાઇન કરવામાં આવી. આ દરમિયાન તેને ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો.
| https://www.youtube.com/embed/DIPP7mfd6ZU |
સોસાયટીમાં જ ધમાકેદાર ડાંસ કર્યો
એક અઠવાડિયા પહેલા સલોનીના પાપા ઠીક થઇ ઘરે પાછા ફર્યા. જે બાદ તેની મા અને મોટી બહેન હોસ્પિટલેથી સાજા થઇ પાછા ફર્યા. સલોનીની મોટી બહેનને 2 દિવસ પહેલા જ હોસ્પિટલેથી રજા મળી ગઇ. જેવી જ બહેન ગલીમાં પહોંચી કે સલોની ઘર આંગણે જ ગીત વગાડ્યું અને રસ્તા પર જ ડાંસ શરૂ કરી દીધો. જેના પર મોટી બહેન ખુદને રોકી ના શકી અને તે પણ સામાન નીચે રાખી નાની બહેન સાથે ડાંસ કરવા લાગી. બંને બહેનોનો આ ડાંસ વીડિયો સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઇ રહ્યો છે.

પુણે કોરોનાથી ખરાબ રીતે પ્રભાવિત
કોરોનાથી દેશનું એકપણ રાજ્ય બચી નથી શક્યું, દેશમાં 11.18 લાખ મામલા સામે આવી ચૂક્યા છે. જેમાંથી 27500 લોકોના મોત થયાં છે, જ્યારે 7 લાખ લોકો ઠીક થઇ ચૂક્યા છે. જેના કારણે હવે એક્ટિવ કેસની સંખ્યા 3.89 લાખ જ છે. મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે, જ્યાં 3.10 લાખ મામલા સામે આવ્યા છે. જેમાંથી માત્ર પુણેમાં 54,624 મામલા સામે આવ્યા છે. જ્યારે 1359 લોકોના મોત થયાં છે અને 19500થી વધુ દર્દી સાજા થઇ ચૂક્યા છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
