Video : PM મોદીને પનૌતી કહેવા મુદ્દે રાહુલ ગાંધી વિરૂદ્ધ શકે છે FIR
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચમાં ભારતની હાર બાદ સોશિયલ મીડિયા પર પીએમ મોદીને લઈને મીમનું પુર આવ્યુ હતું. ઘણા લોકોએ પીએમ મોદીની તુલના પનૌતી સાથે કરી હતી.
હાલમાં જ રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થયો હતો. તેમાં તે હળવા અંદાજમાં પીએમ મોદીની ચુટકી લેતા જોવા મળે છે. અહીં તે મજાક મજાકમાં પીએમ મોદીને પનૌતી કહી દે છે. હવે વીડિયોને લઈને ફરીયાદની માંગ ઉઠી છે.

રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરેલી આ ટિપ્પણી કરવા બદલ FIR નોંધવાની માંગ કરવામાં આવી છે. એડવોકેટ વિનીત જિંદાલે રાહુલ ગાંધી વિરુદ્ધ દિલ્હી પોલીસ પાસે FIR દાખલ કરવા માંગ કરી છે.
તેમણે આ મુદ્દે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. દિલ્હી પોલીસ આ અંગે એફઆઈઆર નોંધવાનો નિર્ણય લેશે. જણાવી દઈએ કે, રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે જાલોરમાં એક રેલીને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ પીએમ મોદીને પનૌતી કહ્યા હતા.
જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, PM મોદી ક્રિકેટ મેચ જોવા જશે, તે અલગ વાત છે કે ભારત મેચ હારી જશે, પનૌતી! PM એટલે પનૌટી મોદી. તેમણે કહ્યું કે, અમારા છોકરાઓએ વર્લ્ડ કપ જીત્યો હોત. પરંતુ પનૌતીએ તેને મેચ હરાવી દીધી.
गोदी मीडिया नहीं कहेगा पर जनता जानती है।#पनौती pic.twitter.com/YoEwpzrATi
— Surendra Rajput (@ssrajputINC) November 21, 2023
આ પહેલા બીજેપીએ કોંગ્રેસના સાંસદના આ નિવેદન પર સખત વાંધો વ્યક્ત કર્યો અને તેમને માફી માંગવા કહ્યું હતું. બીજેપી નેતા રવિશંકર પ્રસાદે પીએમ મોદી પર રાહુલ ગાંધીની ટિપ્પણીને અભદ્ર ગણાવી અને કહ્યું હતું કે કોંગ્રેસના નેતાએ આના પર પીએમ મોદીની માફી માંગવી પડશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
