Video Viral: 21 વર્ષની કૉલેજ છાત્રાની રિક્ષાવાળાએ કરી છેડતી, હાથ પકડીને 500 મીટર સુધી ઢસડી ગયો
શુક્રવારે મહારાષ્ટ્રના થાણેમાં 21 વર્ષીય કૉલેજ છાત્રાની રિક્ષાવાળા દ્વારા કથિત રીતે છેડતી કરવામાં આવી હતી અને તે તેને પકડીને રીક્ષા સાથે લગભગ 500 મીટર સુધી ખેંચી ગયો હતો.
શુક્રવારે મહારાષ્ટ્રના થાણેમાં 21 વર્ષીય કૉલેજ છાત્રાની રિક્ષાવાળા દ્વારા કથિત રીતે છેડતી કરવામાં આવી હતી અને તે તેને પકડીને રીક્ષા સાથે લગભગ 500 મીટર સુધી ખેંચી ગયો હતો. સીનિયર ઈન્સ્પેક્ટર જયરાજ રાણાવારેના જણાવ્યા મુજબ રિક્ષાવાળાએ તેના વિશે અમુક ગંદી ટીપ્પણીઓ કરી હતી અને જ્યારે યુવતીએ પૂછ્યુ તો તેણે તેનો હાથ પકડીને ખેંચી.

ઘટનાની વિગત એવી છે કે રિક્ષા ચાલકે વિદ્યાર્થીનીને બળજબરીથી પોતાની રિક્ષામાં બેસાડવાનો પ્રયાસ પણ કર્યો હતો. એટલુ જ નહિ જ્યારે વિદ્યાર્થીનીએ પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો ત્યારે રિક્ષાવાળાએ તેનો હાથ પકડી લીધો અને તેને રિક્ષાથી લગભગ 500 મીટર સુધી ખેંચી ગયો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પીડિત વિદ્યાર્થીનીએ આ સમગ્ર મામલે થાણે પોલીસમાં ફરિયાદ કરી છે. પોલીસે યુવતીની ફરિયાદ અને સીસીટીવી ફૂટેજના આધારે કેસ નોંધ્યો છે અને નવી મુંબઈના દિઘાથી રાજુ અબ્બાયી નામના રિક્ષાવાળાની ધરપકડ કરી છે.
મીડિયા રિપોર્ટસ મુજબ આ ઘટના શુક્રવારે(14 ઓક્ટોબર) સવારે 6.45 વાગે બની હતી. માહિતી મુજબ પીડિતા કોલેજની વિદ્યાર્થીની છે અને શુક્રવારે સવારે તે કોલેજ જઈ રહી હતી ત્યારે આરોપીએ તેનો હાથ પકડીને તેની છેડતી કરી હતી. આ વિશે માહિતી આપતાં થાણેના સીનિયર ઇન્સ્પેક્ટર જયરાજ રાણાવરેએ જણાવ્યુ હતુ કે, રસ્તા પર ઊભેલા રીક્ષાવાળાએ વિદ્યાર્થીનીને જોઈને તેના પર ગંદી ટિપ્પણી કરી હતી. જેનો યુવતીએ વિરોધ કર્યો તો આરોપીએ તેનો હાથ પકડી લીધો અને તેને પોતાની રીક્ષામાં ખેંચવાનો પ્રયાસ કર્યો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે ઑટો ડ્રાઈવર યુવતીનો હાથ પકડીને તેને ખેંચી રહ્યો છે. જ્યારે યુવતીએ પોતાની જાતને છોડાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે ડ્રાઈવર તેની રીક્ષા ચલાવવા લાગે છે. જેના કારણે પીડિતા રીક્ષા સાથે ઢસડાતી દૂર સુધી જતી રહે છે. ત્યારબાદ રીક્ષાવાળો તેને નીચે પાડીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
આ ઘટના બાદ સ્થાનિક લોકો પીડિત વિદ્યાર્થીની પાસે દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને ઘટનાની જાણ કરી હતી. જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પીડિત વિદ્યાર્થીની પાસેથી સંપૂર્ણ માહિતી લીધી અને તેની ફરિયાદ પર કેસ નોંધ્યો. ન્યૂઝ એજન્સી એએનઆઈને માહિતી આપતા સીનિયર ઈન્સ્પેક્ટરે જણાવ્યુ હતુ કે વિદ્યાર્થીનીની છેડતી કરનાર રીક્ષા ડ્રાઈવર કટિકાડાલા ઉર્ફે રાજુ અબ્બાયીની પોલીસ ટીમે નવી મુંબઈના દિઘાથી ધરપકડ કરી છે. પોલીસે રાજુ અબ્બાયાનીની રિક્ષા પણ જપ્ત કરી હતી. તેમણે જણાવ્યુ કે વિદ્યાર્થીનીની છેડતી કરવા મામલે રીક્ષા ડ્રાઈવર રાજુ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 354 અને અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
#WATCH | Maharashtra: Case filed u/s 354 & 354A at Thane Nagar PS after a 22-yr-old woman was allegedly molested & dragged for a few meters by an auto-rickshaw driver near Thane railway station. Search on for accused: Thane Police (14.10)
— ANI (@ANI) October 14, 2022
(CCTV visuals verified by local police) pic.twitter.com/BAURRUhNGg
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
