Video : કોંગ્રેસ સહિતની તમામ પાર્ટીઓનું NCP ને પુરૂ સમર્થન-રાહુલ ગાંધી
એનસીપીના દગાખોર નેતા અને શરદ પવારના ભત્રીજા અજીત પવારને કારણે મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટી ઉથળ પાથલ જોવા મળી રહી છે. એક તરફ એનસીપી પર કબ્જાને લઈને બન્ને પક્ષો સામસામે છે ત્યારે રાહુલ ગાંધી શરદ પવારના સમર્થનમાં આવ્યા છે.
રાહુલ ગાંધી ગુરુવારે સાંજે એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. આ દરમિયાન શરદ પવાર જૂથના નેતા સોનિયા દુહાને કહ્યું કે, રાહુલ ગાંધીએ NCPને સંપૂર્ણ સમર્થન આપ્યું છે.

રાહુલ ગાંધીએ શરદ પવાર સાથે મુલાકાતમાં કહ્યું કે, તેમનું સંપૂર્ણ સમર્થન NCPને છે. તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસ 100 ટકા અમારી સાથે છે અને વિપક્ષી પાર્ટીઓનું પણ NCPને સમર્થન છે.
સોનિયા દુહાને આગળ કહ્યું કે, રાહુલ ગાંધી આજે શરદ પવારને મળવા આવ્યા હતા. તેમણે કહ્યું છે કે તેમનું સંપૂર્ણ સમર્થન શરદ પવાર સાથે છે. કોંગ્રેસ અને વિપક્ષના તમામ પક્ષો અમારી સાથે ઉભા છે. શરદ પવાર જે કહે તે સમર્થન આપવા તૈયાર છે. અમારી કારોબારીની બેઠકમાં હાંકી કાઢવામાં આવેલા ધારાસભ્યો સિવાય દરેક હાજર હતા.
#WATCH दिल्ली: कांग्रेस नेता राहुल गांधी ने एनसीपी अध्यक्ष शरद पवार से उनके आवास पर मुलाकात की। pic.twitter.com/6HBoQHMfKP
— ANI_HindiNews (@AHindinews) July 6, 2023
અહીં તમને જણાવી દઈએ કે, અજીત પવારે એનસીપી સાથે બગાવત કરીને મહારાષ્ટ્ર સરકારમાં ઉપમુખ્યમંત્રીનું પદ સ્વીકાર્યુ છે. હવે તે પાર્ટી પર કબ્જો કરવા પ્રયાસ કરી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
