Video : બેંગલુરુ મોલમાં મહિલાઓ સાથે ગંદી હરકત કરતો વ્યક્તિ કેમેરામાં કેદ, વીડિયો વાયરલ
ઘણા લોકો ભીડનો લાભ લઈને મહિલાઓ સાથે અશ્લિલ હરકતો કરતા હોય છે. આવો જ એક વ્યક્તિ બેંગલુરુના લુલુ મોલમાં જોવા મળ્યો છે. આ વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
બેંગલુરુના એક મોલમાં એક આધેડ યુવતીઓ સાથે ગંદી હરકતો કરતો કેમેરામાં કેદ થયો છે. આ વીડિયો સામે આવ્યા બાદ હવે પોલીસ આ વ્યક્તિને શોધી રહી છે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ ભીડવાળા મોલમાં ગેમ્સ ઝોનમાં જાણીજોઈને મહિલાના પાછળના ભાગે સ્પર્શ કરી રહ્યો છે.
ઇરાદાપૂર્વક સ્પર્શ કર્યા પછી આ વ્યક્તિ બીજી જગ્યાએ જાય છે. પીડિતા કોઈપણ પ્રકારનો વિરોધ કરતી નથી જોવા મળી રહી. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરાતા જ સોશિયલ મીડિયા પર છવાયો છે.
વીડિયો અપલોડ કરનારા વ્યક્તિએ જણાવ્યું છે કે, આ ઘટના પ્રખ્યાત લુલુ મોલમાં બની છે. આ ઘટના આજે સાંજે 6.30 વાગ્યાની આસપાસ લુલુ મોલ ફન્ટુરા બેંગલુરુ ખાતેની છે.
The video of a young woman being sexually harassed by an elderly man at a mall in #Bengaluru went viral on social media following which the #BengaluruPolice began a probe.
— Hate Detector 🔍 (@HateDetectors) October 30, 2023
The video shows the accused man deliberately touching the back of the woman at the games zone in the… pic.twitter.com/eOSf3prNR8
અપલોડ કરનારાએ કહ્યું કે, જ્યારે મેં તેને ખૂબ જ ભીડવાળા વિસ્તારમાં જોયો ત્યારે મને તેના પર શંકા ગઈ અને હું વીડિયો રેકોર્ડ કરતી વખતે તેની પાછળ ગયો. પછી મને આ મળ્યું. અમે સિક્યોરિટી પાસે ગયા અને તેના વિશે ફરિયાદ કરી. આ પછી અમે તેને શોધ્યો પરંતુ અમે તેને ચૂકી ગયા.
મોલ મેનેજમેન્ટ અને સિક્યોરિટીને જાણ કરવામાં આવી છે. મોલ મેનેજમેન્ટ કહ્યું કે, તે વ્યક્તિને શોધીને કાર્યવાહી કરવાનો પ્રયાસ કરશે. આવા લોકોને શરમ આવવી જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ










Click it and Unblock the Notifications
