Video: 4 વર્ષની બાળકીને કૂતરાઓએ ઘેરીને કર્યો હુમલો, જુઓ કેવી રીતે બચ્યો જીવ?
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં રખડતા કૂતરાના આતંકનો હ્રદય કંપાવી દેતો વીડિયો સામે આવ્યો છે.
ભોપાલઃ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં રખડતા કૂતરાના આતંકનો હ્રદય કંપાવી દેતો વીડિયો સામે આવ્યો છે. કૂતરાના ઝુંડે ચાર વર્ષની એક માસૂમ બાળકીને ઘેરીને તેના પર હુમલો કરી દીધો. જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ. બાળકીના માથા, કાન અને હાથમાં જખમ થયા છે. સાથે જ તેના ચહેરા, પેટ, કમર અને ખભા પર પણ ઘા થયા છે. આખી ઘટના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. આ ઘટનાને લઈને હવે રાજ્ય માનવ અધિકાર આયોગ દ્વારા નગર નિગમ ભોપાલ અને જિલ્લાના આરોગ્ય અધિકારીઓને નોટિસ પાઠવવામાં આવી છે.

નિર્માણીધીન મકાનની બહાર રમી રહી હતી બાળકી
મામલો ગયા શનિવારની સાંજનો બતાવવામાં આવી રહ્યો છે. માહિતી મુજબ નિર્માણાધીન મકાનમાં બાળકીના પિતા રાજેશ બંસલ મજૂરી કરે છે. શનિવારે સાંજે ચાર વર્ષની બાળકી ગુડ્ડી ત્યાં રમતી હતી ત્યારે રખડતા કૂતરાઓના એક ઝૂંડે બાળકીને દોડાવી. કૂતરાથી બચવા માટે બાળકી પણ દોડી પરંતુ કૂતરાના ઝુંડે તેને ઘેરી લીધી અને હુમલો કરી દીધો.
કૂતરાઓએ બાળકીને બચકા ભર્યા, એક યુવકે બચાવ્યો જીવ
કૂતરાએ બાળકીને બચકાં ભરવાનુ શરુ કરી દીધુ. બાળકીની ચીસાચીસ સાંભળીને એક યુવક ત્યાં પહોંચ્યો અને પત્થરો મારીને કૂતરાઓને ભગાડ્યા. ત્યારબાદ લોહીલુહણ હાલતમાં ગુડ્ડીને જેપી હૉસ્પિટલ પહોંચાડવામાં આવી. અહીંથી તેને હમીદિયા હૉસ્પિટલમાં રિફર કરવામાં આવી. ડૉક્ટરોએ બાળકીને ઈલાજ બાદ ઘરે મોકલી દીધી.
માનવ અધિકાર આયોગે જાહેર કરી નોટિસ, માંગ્યો જવાબ
આ મામલે જાણવાજોગ લઈને મધ્ય પ્રદેશ માનવ અધિકાર આયોગે નગર નિગમ કમિશ્નર ભોપાલ અને જિલ્લા પ્રશાસન ભોપાલના આરોગ્ય વિભાગના અધિકારીઓ પાસેથી આવતા સાત દિવસમાં આ ઘટના પર જવાબ માંગ્યો છે. આયોગ તરફથી નગર નિગમ અને કમિશ્નર ભોપાલને આ મુદ્દે વિસ્તૃત માહિતી આપવા માટે કહેવામાં આવ્યુ છે.
Horrific! Stray dogs mauled a 4 year old girl in Bhopal a passerby threw stones at the dogs and chased them away. The child has been hospitalized with severe injuries. pic.twitter.com/X4EyruZxra
— Anurag Dwary (@Anurag_Dwary) January 2, 2022
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
