Video : મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ જીવલેણ બન્યો, ગેરકાયદે લગાવેલા હોર્ડિંગે 3 લોકોના જીવ લીધા, 59 લોકો ઘાયલ
મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા રાજ્યોમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. મહારાષ્ટ્રમાં વરસાદ જીવલેણ બન્યો છે અને એક અકસ્માતમાં 3 લોકોના જીવ ગયા છે.
મહારાષ્ટ્રમાં થયેલા આ મોટા અકસ્માતમાં 59 લોકો ઘાયલ થયા અને ત્રણ લોકોના મોત થયા છે. આ ઘટના ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પંતનગર ઘાટકોપર ઈસ્ટમાં બની.

અહીં પોલીસ ગ્રાઉન્ડ પેટ્રોલ પંપ ઉપર એક મોટું હોર્ડિંગ અચાનક નીચે પડી ગયું. હોર્ડિંગને કારણે 100થી વધુ લોકો ફસાઈ ગયા હતા. આ ઘટનામાં 54 લોકો ઘાયલ થયા છે.
આ મામલો ઘાટકોપરની સમતા કોલોનીનો છે. ઘાટકોપરની સમતા કોલોનીના રેલવે પેટ્રોલ પંપ પર મેટલનું બોર્ડ પડ્યું હતું. અહેવાલો અનુસાર, અકસ્માતમાં 59 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ અકસ્માતમાં ત્રણ લોકોના ગંભીર ઈજાના કારણે મોત નિપજ્યા. મુંબઈ ફાયર બ્રિગેડ દ્વારા ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે અકસ્માત બાદ તપાસના આદેશ આપ્યા છે. BMCના જણાવ્યા અનુસાર, ઘાટકોપરમાં લગાવવામાં આવેલુ હોર્ડિંગ ગેરકાયદેસર હતું.
જણાવી દઈએ કે, EGO મીડિયા દ્વારા ચાર હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા. તેમાંથી એક પડી ગયુ છે, બાકીના ત્રણને હટાવવા માટે BMCએ નોટિસ આપી છે.
#WATCH | Maharashtra | 35 people reported injured after a hoarding fell at the Police Ground Petrol Pump, Eastern Express Highway, Pantnagar, Ghatkopar East. Search and rescue is in process: BMC
— ANI (@ANI) May 13, 2024
(Viral video confirmed by official) https://t.co/kRYGqM61UW pic.twitter.com/OgItizDMMN
બીજી તરફ BMC એ આ મામલે કેસ નોંધાવ્યો છે. સેન્ટ્રલ રેલ્વે તરફથી પણ અકસ્માત અંગે નિવેદન આવ્યું છે. સીપીઆરઓ સ્વાનિલ નીલાએ જણાવ્યું કે, જ્યાં હોર્ડિંગ કરવામાં આવ્યું હતું તે જમીન GRP હેઠળ આવે છે. તે મધ્ય રેલવેની નથી.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
