Vice President Election : સીપી રાધાકૃષ્ણન દેશના 15માં ઉપરાષ્ટ્રપતિ બન્યા
Vice President Election : ભારતને તેના 15મા ઉપરાષ્ટ્રપતિ મળી ગયા છે. ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન (CP Radhakrishnan)નો વિજય થયો છે.
68 વર્ષીય સીપી રાધાકૃષ્ણન દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપશે. આ પદ જગદીપ ધનખડના રાજીનામા બાદ ખાલી પડ્યું હતું.

સંસદ ભવનમાં 9 સપ્ટેમ્બરે સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી થયેલા મતદાનમાં કુલ 767 સાંસદોએ ભાગ લીધો હતો. મત ગણતરી બાદ 752 મતોને માન્ય ગણવામાં આવ્યા, જ્યારે 15 મત અમાન્ય જાહેર થયા.
પરિણામો અનુસાર, સીપી રાધાકૃષ્ણને 452 મતો મેળવીને પ્રભાવશાળી જીત હાંસલ કરી છે. તેમના વિરોધમાં ઊભેલા INDIA બ્લોકના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીને માત્ર 300 મતો મળ્યા.
રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીએ આ પરિણામોની જાહેરાત કરતા જણાવ્યું કે, NDAના ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને 452 મતો મળ્યા છે અને તેઓ ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે.
ઉલ્લેખનીય છે કે, સંસદમાં કુલ 781 સાંસદો મત આપી શકતા હતા, પરંતુ 13 સાંસદો મતદાનથી દૂર રહ્યા હતા, જેમાં બીઆરએસ, બીજેડી, શિરોમણી અકાલી દલ અને એક અપક્ષ સાંસદનો સમાવેશ થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
