પુલ તૂટી પડતા નદીમાં તણાયા વાહનો, મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ
ઉત્તરાખંડમાં છેલ્લા 48 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ભારે વિનાશ સર્જાયો છે. ભારે વરસાદને કારણે રાણીપોખરી-ઋષિકેશ હાઈવે પરનો રાણીપોખરી પુલ તૂટી પડ્યો હતો. આ પુલ જખાણ નદી ઉપર બનાવવામાં આવ્યો હતો.
દેહરાદૂન : ઉત્તરાખંડમાં છેલ્લા 48 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ભારે વિનાશ સર્જાયો છે. ભારે વરસાદને કારણે રાણીપોખરી-ઋષિકેશ હાઈવે પરનો રાણીપોખરી પુલ તૂટી પડ્યો હતો. આ પુલ જખાણ નદી ઉપર બનાવવામાં આવ્યો હતો. પુલ તૂટી પડવાના કારણે તેની પરથી પસાર થતા ઘણા વાહનો નદીમાં પડી ગયા હતા.

આ ઘટનામાં હજૂ સુધી કોઈ જાનહાનિનાસમાચાર નોંધાયા નથી. આવા સમયે દહેરાદૂનના DM આર રાજેશ કુમારે જણાવ્યું હતું કે, આ માર્ગ પરનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.

ઘણા વાહનો પણ નદીમાં સમાયા
રાણીપોઘારી-ઋષિકેશ હાઇવે પર અકસ્માત થયો હતો, તે સમયે પુલ પર અનેક વાહનો હાજર હતા. જખાન નદીમાં રાણીપોઘરી પુલ તૂટી પડવાને કારણે તેના પરના વાહનો પણ પડી ગયા હતા. પુલ પર બે લોડર અને એક કાર હાજર હતા. આ અકસ્માતમાં એક યુવાન ઘાયલ થયો હતો, જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. રાણીપોખરી બ્રિજ પર અનેક વાહનો દેખાઈ રહ્યા છે.
#WATCH | A bridge at Jakhan river on Ranipokhari-Rishikesh highway collapses in Dehradun, Uttarakhand
— ANI (@ANI) August 27, 2021
District Magistrate R Rajesh Kumar says traffic on the route has been halted. pic.twitter.com/0VyccMrUky
તે જ સમયે એક યુવાન તૂટેલા પુલ પરથી ભાગતો જોવા મળે છે. પુલ તૂટી પડવાની માહિતી મળતા પોલીસ અને રાહત ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આ અકસ્માતને કારણે દહેરાદૂનથી ઋષિકેશ તરફનો મુખ્ય માર્ગ બંધ થઇ ગયો છે.

દેહરાદૂન-ઋષિકેશ રોડ બંધ
દેહરાદૂન DM આર રાજેશ કુમારે કહ્યું કે, આ માર્ગ પરનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. ટ્રેનને દેહરાદૂનથી નેપાળી ફાર્મ તરફ ડાયવર્ટ કરીને ઋષિકેશ મોકલવામાં આવી રહી છે. DM એ કહ્યું કે, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની રેસ્ક્યુ અને ડાઇવિંગ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. SDRFની ટીમે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી છે.

UK CMએ આપ્યા તપાસના આદેશ
ઉતરાખંડ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રાણીપોઘરી પાસે પુલ તૂટી પડવાની ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા. તેમણે કહ્યું કે પુલ કોણે બનાવ્યો, ક્યારે બનાવ્યો અને કારોબારી સંસ્થા કોણ છે તે જોવામાં આવશે.

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
