Valentine's Day: હિંદુ મહાસભાનુ નવુ ફરમાન, ખુલ્લામાં પ્રપોઝ કર્યુ તો...
Valentines Day 2024: આજે વેલેન્ટાઈન ડે, પ્રેમીઓનો દિવસ. આ દિવસને પ્રેમી યુગલો તહેવારની જેમ ઉજવે છે. ઘણા લોકો આ દિવસની રાહ જોતા હોય છે જેથી તેઓ પોતાની પસંદની વ્યક્તિ પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરે અને તેમના પ્રત્યે પ્રેમ વ્યક્ત કરે.
જે લોકો પોતાનો પ્રેમ જાહેરમાં વ્યક્ત કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. ઉત્તર પ્રદેશના ફરુખાબાદની હિન્દુ મહાસભાએ જાહેરાત કરી છે કે જો તમે આ દિવસે ખુલ્લેઆમ પ્રેમ વ્યક્ત કરતા પકડાઈ જશો તો હિન્દુ મહાસભાના લોકો તમારા લગ્ન તુરંત કરાવી દેશે.

હિંદુ મહાસભાના લોકોએ કહ્યું છે કે આજે જો કોઈ કપલ હોટલ, રેસ્ટોરાં કે મોલમાં પોતાનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે તો તરત જ તેમના લગ્ન થઈ જશે. હિન્દુ મહાસભા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ વિમલેશ મિશ્રાએ કહ્યું, "પ્રેમ કરવો એ ખોટું નથી, પ્રેમ માતા-પિતા, ભાઈ-બહેન માટે હોય છે. પરંતુ સનાતન ધર્મ અને સંસ્કૃતિને નષ્ટ કરીને જાહેરમાં પ્રેમ કરવો એ બિલકુલ ખોટું છે."
આજે હિન્દુ મહાસભાના લોકો શહેરની તમામ હોટલ, રેસ્ટોરાં અને પાર્ક પર ચાંપતી નજર રાખશે અને જો કોઈ કપલ જાહેરમાં પ્રેમ કરતા જોવા મળશે તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે અને તેમના મંદિરમાં લગ્ન કરાવવામાં આવશે.
આ સાથે હિન્દુ મહાસભાએ હોટલ અને રેસ્ટોરાંના માલિકોને પણ ચેતવણી આપી છે. હોટેલ અને રેસ્ટોરાંના માલિકોને કહેવામાં આવ્યું છે કે જો તેમની હોટલ કે રેસ્ટોરામાં કોઈપણ પ્રકારની ખોટી પ્રવૃત્તિ જોવા મળશે તો તેમની સામે વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત હોટલ માલિકોને પણ અનુરોધ કરવામાં આવી છે કે જો કોઈ યુવક કે યુવતી ઓનલાઈન બુકિંગ કરાવ્યા બાદ તેમની હોટેલમાં આવે તો તેમની ઓળખ માટે બંનેના આધાર કાર્ડ ચેક કરે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
