Uttrakhand: ચૂંટણી સ્થગિત કરવા માટે નૈનિતાલ HCમાં અરજી, ECને નોટીસ
દેશમાં કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનનું જોખમ વધી રહ્યું છે. દરરોજ નવા કેસ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, ઉત્તરાખંડમાં આગામી વિધાનસભાની ચૂંટણીને સ્થગિત કરવા અને ચૂંટણી રેલીઓમાં આવતી ભીડને રોકવા માટે દાખલ કરવામાં આ
દેશમાં કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનનું જોખમ વધી રહ્યું છે. દરરોજ નવા કેસ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, ઉત્તરાખંડમાં આગામી વિધાનસભાની ચૂંટણીને સ્થગિત કરવા અને ચૂંટણી રેલીઓમાં આવતી ભીડને રોકવા માટે દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરતી વખતે ઉત્તરાખંડ હાઈકોર્ટે ચૂંટણી પંચને નોટિસ પાઠવીને જવાબ આપવા કહ્યું છે.

બુધવારે સુનાવણી કરતા, ઉત્તરાખંડ હાઈકોર્ટે કોવિડના ઓમિક્રોન વેરિઅન્ટથી ઉભા થયેલા ખતરાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ મોકૂફ રાખવાની માંગ કરતી અરજી પર ભારતના ચૂંટણી પંચ (ECI)ને નોટિસ પાઠવી છે.ઉત્તરાખંડ હાઈકોર્ટે નોટિસ જારી કરીને જવાબ માંગ્યો છે. હવે આ કેસની આગામી સુનાવણી સોમવારે એટલે કે 3 જાન્યુઆરીએ થશે.
જણાવી દઈએ કે કોરોનાના નવા પ્રકારના વધતા ખતરાને જોતા સચ્ચિદાનંદ ડબરલે હાઈકોર્ટમાં આ અરજી દાખલ કરી હતી, જેની સુનાવણી કરતા કોર્ટે ચૂંટણી પંચને જવાબ આપવા કહ્યું છે. આ અરજીને ગંભીરતાથી લેતા એક્ટિંગ ચીફ જસ્ટિસ સંજય કુમાર મિશ્રા અને જસ્ટિસ એનએસ ધાનિકની ખંડપીઠે નિર્દેશ આપ્યા છે.
અરજદારે પોતાની અરજીમાં કોર્ટને કહ્યું કે ઓમિક્રોન ખૂબ જ ખતરનાક છે અને લોકોને ખૂબ જ ઝડપથી ચેપ લગાડે છે. કોર્ટને એ પણ જણાવ્યું કે આ નવું ફોર્મ કોરોનાના અગાઉના વેરિઅન્ટ કરતાં 200 ગણી ઝડપથી ફેલાઈ રહ્યું છે. સાથે જ રાજ્ય અને દેશના આરોગ્ય વિભાગની નબળી સ્થિતિને ટાંકીને આગામી વિધાનસભાની ચૂંટણી મોકૂફ રાખવા કોર્ટમાં માંગણી કરી હતી.
Uttarakhand High Court issued notice to the Election Commission of India (ECI) on a plea seeking postponement of upcoming assembly elections in the State in view of the threat posed by Covid’s Omicron variant
— ANI (@ANI) December 29, 2021
The next hearing of the case will be on January 3. pic.twitter.com/dcHyckqFg7
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
