ઉત્તરકાશી ટનલ બચાવ કાર્યઃ ટૂંક સમયમાં બહાર આવી શકે છે ફસાયેલા 41 મજૂર, ડૉક્ટરો તૈયાર
Uttarkashi Silkayara Tunnel Rescue Operation: ઉત્તરાખંડના ઉત્તર કાશીમાં 12 નવેમ્બરે સિલ્ક્યારા ટનલનો એક ભાગ તૂટી પડતાં ફસાયેલા 41 કામદારોને બચાવવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે. બચાવ કામગીરી અંતિમ તબક્કામાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને માત્ર થોડા કલાકોમાં (સવારે 8 વાગ્યા સુધી) બહાર કાઢવામાં આવશે.
બચાવ કાર્યકર્તાઓએ કાટમાળ વચ્ચે 45 મીટર પહોળી પાઈપો સફળતાપૂર્વક નાખી દીધી છે. હાલમાં છેલ્લી પાઇપ 800 એમએમ નાખવામાં આવી રહી છે. સુરંગની બહાર ડોક્ટરો અને એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે.

રેસ્ક્યુ ઑપરેશન ટીમના સભ્ય ગિરીશ સિંહ રાવતે જણાવ્યું હતું કે, "બચાવ ઑપરેશન લગભગ અંતિમ તબક્કામાં છે. પાઈપલાઈન ડ્રિલિંગમાં જે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો તે ઉકેલાઈ ગયો છે. કાટમાળમાં ફસાયેલા સ્ટીલના ટુકડા કાપીને બહાર કાઢી નાખવામાં આવ્યા છે. પાઈપલાઈન નાખવાની પ્રક્રિયા ચાલી રહી છે. આગામી 1-2 કલાકમાં પરિણામ અપેક્ષિત છે."
પડકારજનક બચાવ કામગીરીમાં પાઇપ નાખવા માટે ડ્રિલિંગ દરમિયાન ટનલની અંદરના કાટમાળમાં ફસાયેલા સ્ટીલના સળિયાની શોધ સહિત અનેક અવરોધોનો સામનો કરવો પડ્યો હતો.
જીજી-લા ટનલના પ્રોજેક્ટ હેડ હરપાલ સિંહના જણાવ્યા અનુસાર, "અમને કાટમાળમાં સ્ટીલના કેટલાક સળિયા મળ્યા છે. મશીન તે સળિયાને કાપી શકતું નથી. તેથી NDRFના જવાનો તે સળિયાને કાપી નાખશે અને પછી અમે મશીનનો ઉપયોગ ફરીથી ઉપયોગ કરીશુ."
હરપાલ સિંહે બુધવારે મોડી રાત્રે માહિતી આપી હતી કે, "આ પ્રક્રિયામાં 1થી 1.30 કલાકનો સમય લાગવાની ધારણા છે. આ ઉપરાંત, ફસાયેલા કામદારોને બચાવવા માટે આડી ડ્રિલિંગ દ્વારા બે 6 મીટર પાઇપ નાખવાની હતી. મને આશા છે કે ફસાયેલા કામદારોને આવતીકાલે સવારે 8 વાગ્યા સુધીમાં બચાવી લેવામાં આવશે."
પીટીઆઈ અનુસાર, એનડીઆરએફની એક ટીમ ટનલમાં પ્રવેશતી જોવા મળી હતી. કામદારો માટે શ્રેષ્ઠ કાર્ડિયોલોજિસ્ટ (હાર્ટ સ્પેશિયાલિસ્ટ) સહિત 15 ડૉકટરોની ટીમ સ્થળ પર તૈનાત કરવામાં આવી છે. ઘટના સ્થળે 12 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય પર છે.
#WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | Rescue operation underway at the Silkyara tunnel to rescue the 41 trapped workers pic.twitter.com/kJMIu1fuuG
— ANI (@ANI) November 23, 2023
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
