ઉત્તરકાશીની સુરંગમાં ફસાયેલા 40 મજૂરોને બહાર કાઢવાનુ અભિયાન યથાવત, અંદર મોકલાઈ રહ્યો છે ઑક્સિજન
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્કૈરા ટનલમાં ફસાયેલા 40 મજૂરોને બચાવવાના પ્રયાસો ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું કે સુરંગની અંદર ફસાયેલા કામદારો સુરક્ષિત છે, તેમની સાથે સંપર્ક કરવામાં આવ્યો છે.
ટનલમાં પાઈપલાઈન દ્વારા ઓક્સિજનનો સપ્લાય કરવામાં આવી રહ્યો છે. પાણી માટે ટનલમાં જે પાઇપ નાખવામાં આવી છે તેના દ્વારા ઓક્સિજન મોકલવામાં આવી રહ્યો છે. આ પાઈપ દ્વારા અંદર ફસાયેલા કામદારોને ખાવાની વસ્તુઓ પણ મોકલવામાં આવી રહી છે. દરમિયાન હેવી એક્સેવેટર મશીનની મદદથી કાટમાળ બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.

તમને જણાવી દઈએ કે સુરંગની અંદર લગભગ 40 મજૂરો ફસાયેલા છે. સિલ્ક્યારા અને દાંડલગાંવ વચ્ચેની ટનલનો એક નિર્માણાધીન ભાગ રવિવારે સવારે તૂટી પડ્યો હતો, જેમાં 40થી વધુ કામદારો ટનલની અંદર ફસાઈ ગયા હતા.
રાહત અને બચાવ કામગીરી માટે NDRF અને SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. ઉત્તરકાશીના એસપી અર્પણ યદુવંશીએ જણાવ્યું હતું કે ઘટના બાદ તરત જ ઘટનાસ્થળે રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ ઉત્તરકાશીના ડીએમ રુહેલા સાથે વાત કરી છે અને આ ઘટના પછી સ્થિતિ વિશે પૂછપરછ કરી છે. તેમજ, તેઓને આ બચાવ કાર્યને ઝડપી બનાવવા માટે કહેવામાં આવ્યું છે.
ધામીએ ફેસબુક પોસ્ટ પર લખ્યું, હું સ્થળ પરના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છું, હું સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું. મેં રાહત કાર્યને ઝડપી બનાવવા સૂચના આપી છે. હું પ્રાર્થના કરું છું કે દરેક સુરક્ષિત રહે.
ઉત્તરાખંડ પોલીસ તરફથી મળેલી માહિતી અનુસાર, સુરંગમાં કાટમાળ હટાવવાનું કામ સતત ચાલી રહ્યું છે. રેસ્ક્યુ હેલ્પલાઈન નંબર 7455991223 જાહેર કરવામાં આવ્યો છે.
ઉત્તરાખંડ પોલીસે કહ્યું છે કે ટનલની અંદર ફસાયેલા કામદારોનો વાયરલેસ વોકી-ટોકી દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે, માહિતી મળી છે કે દરેક સુરક્ષિત છે, કોમ્પ્રેસર દ્વારા કામદારો માટે કેટલાક ફૂડ પેકેટ અંદર મોકલવામાં આવ્યા છે. ટનલમાં પાણીની પાઇપો દ્વારા સતત ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યો છે. જેના કારણે હાલ વહીવટીતંત્ર તરફથી દરેક માટે રાહતના સમાચાર છે. પોતાના પ્રિયજનોની રાહ જોઈ રહેલા પરિવારજનોને પણ રાહતના સમાચાર મળ્યા છે.
અત્યાર સુધી મળેલી માહિતી મુજબ નિર્માણાધીન ટનલમાં 24 કલાક કામ ચાલી રહ્યું છે. ટનલની અંદર લગભગ અઢી કિલોમીટર સુધી કામ ચાલી રહ્યું છે. અકસ્માત પહેલા નાઇટ શિફ્ટ કામદારો ટનલમાંથી બહાર આવી રહ્યા હતા અને ડે શિફ્ટ કામદારો ટનલની અંદર જઈ રહ્યા હતા. ત્યારબાદ સુરંગના મુખમાંથી 300 મીટર અંદર માટી પડવા લાગી. ટનલનો અંદાજે 30 મીટરનો ભાગ માટીથી ઢંકાયેલો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
