ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં તબાહીનો માહોલ, 60થી વધુ લોકો લાપત્તા
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં હર્ષિલ નજીક આવેલા ધરાલી ગામમાં વાદળ ફાટતાં ભારે તબાહી મચી છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે તો 100 થી વધુ લોકો ફસાયા છે.
બીજી તરફ 60 થી વધુ લોકો લાપતા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટના બાદ રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પોતાનો પ્રવાસ રદ કરીને તાત્કાલિક દેહરાદૂન પરત ફર્યા છે.

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે માત્ર 20 સેકન્ડના સમયગાળામાં કેવી રીતે બધું તબાહ ગયુ.
ઘટનાની જાણ થતાં જ આર્મીની ટીમ માત્ર 10 મિનિટમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ આર્મીના 150 જવાનો, SDRF, NDRF અને જિલ્લા વહીવટી તંત્રની ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગી છે.
મેડિકલ ટીમો અને એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે તૈનાત છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી ધામી સાથે ફોન પર વાતચીત કરીને સ્થિતિની જાણકારી મેળવી છે અને ITBP તથા NDRFની ટીમોને મદદ માટે રવાના કરી છે.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે, પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. પ્રશાસન એલર્ટ મોડ પર છે અને અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
