ઉત્તરાખંડની આપવિતી: 250 રૂપિયામાં પરાઠા, 200 રૂપિયામાં પાણી ખરીદ્યું
દહેરાદુન, 23 જૂન: ઉત્તરાખંડના પૂરથી સુરક્ષિત સ્થળોએ પહોંચેલા લોકો પાસેથી દિલને હચમચાવી દે તેવી વાતો જાણવા મળી રહી છે. કેટલાક લોકોએ જણાવ્યું હતું કે આવી મુશ્કેલ ઘડીમાં તેમને એક પરાઠાના 250 રૂપિયા અને ચિપ્સના નાના પેકેટ માટે 100 રૂપિયા ચુકવવા પડ્યા હતા.
દૂન હોસ્પિટલમાં ભરતી દેહરાદૂનના સ્થાનિક નાગરિક મનોહર લાલ મૌર્યાએ (56) જણાવ્યું હતું કે મુશ્કેલીઓમાં ફસાયેલા તીર્થયાત્રીઓ પર થયેલા શોષણથી તે નિરાશ છે. મનોહર લાલ મૌર્યાએ જણાવ્યું હતું હતું પૂરમાં તેમની કાર તણાઇ ગઇ હતી થોડા ભાત માટે તેમને 40 રૂપિયા ચૂકવવા પડ્યા હતા. ત્યાં ક્યાંય ભોજનની વ્યવસ્થા નથી.
ઉત્તર પ્રદેશના બાગપત નિવાસી અમિત ગુપ્તાના જણાવ્યા અનુસાર ગૌમુખમાં ફસાયેલા તેમના સંબંધીઓએ જણાવ્યું હતું કે તેમને ચિપ્સના બે પેકેટ અને પાણીની બોટલ માટે 400 રૂપિયા ચૂકવવા પડ્યા હતા. પૂરમાં અલગ-અલગ સ્થળોએ ફસાયેલા મોટાભાગના લોકો પાસે પૈસા બચ્યા નથી અને એવા સમયે તેમને ખાણી-પીણીની વસ્તુઓ ખરીદવામાં સમસ્યા ઉભી થઇ રહી છે.
એક શિખ પર્યટકના જણાવ્યા અનુસાર કેટલાક સ્થાનિકઓ લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યાં છે. પર્યટકના જણાવ્યા અનુસાર એક વ્યક્તિનું સરેરાશ મુસાફર ભાડુ 1000 રૂપિયા છે ત્યારે ટેક્સી ચાલકો તેમની પાસેથી ત્રણથી ચાર રૂપિયા વસૂલી રહ્યાં છે. અમે મજબૂર છીએ. રેલવે સ્ટેશન પર એક યાત્રીએ જણાવ્યું હતું કે દુકાનદાર એક પરાઠાના 250 રૂપિયા અને પાણીની બોટલા 200 રૂપિયા વસૂલી રહ્યાં છે.
ઉદેપુરના રહેવાસી રમેશે જણાવ્યું હતું કે તેમને પાણી અને ભોજન ખરીદવામાં સમસ્યા ઉભી થઇ રહી છે કારણ કે સ્થાનિક લોકો દરેક વસ્તુના બે થી ત્રણ ગણા પૈસા માંગી રહ્યાં છે. રમેશના માતા-પિતા પૂરમાં ફસાયેલા છે. ફગવાડાના શ્યામ સુંદર શર્મા (72)એ જણાવ્યું હતું કે હર્સિલમાં બનેલા કૈંપમાં દવા અને ભોજનની કોઇ વ્યવસ્થા નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
