ચમોલીઃ ભૂસ્ખલનમાં ફસાયેલા 200 લોકો રેસ્ક્યૂ કરાયા, આજે પણ ભારે વરસાદના અણસાર
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સોમવારે ભૂસ્ખનલને કારણે ગામના 200 જેટલા લોકો ફસાઈ ગયા હતા, જેમને આજે એસડીઆરએફની ટીમે રેસ્ક્યૂ કર્યા છે.
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સોમવારે ભૂસ્ખનલને કારણે ગામના 200 જેટલા લોકો ફસાઈ ગયા હતા, જેમને આજે એસડીઆરએફની ટીમે રેસ્ક્યૂ કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ તમામ લોકો રૈની ગામ પાસે ફસાઈ ગયા હતા પરંતુ એસડીઆરએફની ટીમે સૂચના મળ્યા બાદ તરત જ ત્યાં પહોંચી તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા. ભૂસ્ખલન બાદથી ઉત્તરાખંડ-ચંપાવત હાઈવે જામ થઈ ગયો છે માટે રૂટ ડાયવર્ઝનના નિર્દેશ આપવામાં આવ્યા છે. જણાવી દઈએ કે ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેને કારણે ત્યાં સતત ભૂસ્ખલનના સમાચાર સામે આવી રહ્યા છે.

રાષ્ટ્રીય રાજ્યમાર્ગ-58 કેટલક કલાકો સુધી બંધ રહ્યો
બે દિવસ પહહેલાં જ તોતા ઘાટીમાં ભૂસ્ખલન થયું હતું, જેને પગલે ઋષિકેસથી શ્રીનગર જતો રાષ્ટ્રીય રાજ્યમાર્ગ-58 કેટલાક કલાકો સુધી બંધ રહ્યો હતો, જેને કારણે લોકોને અવરજવર કરવામાં ભારે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જણાવી દઈએ કે ભારતીય હવામાન વિભાગે આજે પણ ઉત્તરાખંડના કેટલાય જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આઈએમડીએ કહ્યું કે 26 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદના અણસાર છે.

ભૂસ્ખલનનો ખતરો
ભારતના કેટલાય ભાગ એવા છે જ્યાં ભૂસ્ખલનનો હંમેશા ખતરો બની રહે છે. આ એક પ્રાકૃતિક પરિવર્તન છે, જે ગમે ત્યારે થઈ શકે છે. લેન્ડે સ્લાઈડ જેવી કુદરતી આફતોને રોકી ના શકાય પરંતુ અમુક સાવધાનીઓ સાથે આપણે આવી આફતોથી ખુદને બચાવી શકીએ છીએ અને આપણું નુકસાન ઘટાડી શકીએ છીએ.

આ વાતોનું ધ્યાન રાખો
- ભૂસ્ખલન સમયે ઢાળ વાળી ઘાટીઓ પર વધુ સમય ના વિતાવો.
- જે વિસ્તારોમાં ભૂસ્ખલનનો ખતરો છે, ત્યાં નિર્માણ કાર્ય બિલકુલ ના કરો.
- વરસાદ દરમિયાન આવા સ્થલોએ જવાનું ટાળો.
- ભૂસ્ખલન દરમિયાન વીજળીના ઉપકરણોને હાથ ના લગાવો.
- ઊભી ઢાળની આસપાસ મકાન ના બાંધો.
- જો તમને ઝાડ અથવા પહાડ ટૂટવાનો અથવા તો ઢસવાનો અવાજ સંભળાય તો તરત જ જિલ્લા પ્રશાસનને સૂચિત કરો.
- જો તમે ભૂસ્ખલન વચ્ચે ફસાઈ ગયા હોય તો જલદી જ સુરક્ષિત સ્થળે જવાનો પ્રયત્ન કરો.

આ પણ જાણો
- નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને સિવિલ ડિફેન્સ જે એક પોલીસ ફોર્સ છે જેનું નિર્માણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 અંતર્ગત થયું છે. આ ફોર્સનું કામ આપાતકાલિન અથવા તો સંકટ સમયે અથવા આફત સમયે લોકોનું ધ્યાન રાખવાનું છે.
- ડિઝાસ્ટર મેનેજમેન્ટની જવાબદારી રાજ્ય સરકારની હોય છે.
- કેન્દ્રીય ગૃહ મંત્રાલય, ભારત સરકાર તમામ રાજ્ય એકમો પર નજર રાખે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી





Click it and Unblock the Notifications
