ઉત્તરપ્રદેશ વિધાનસભાની વેબસાઈટ હેક, પોલીસ એક્શનમાં!
ઉત્તર પ્રદેશ વિધાનસભાની વેબસાઈટ હેક કરાયાના સમાચાર સામે આવ્યા છે. વેબસાઈટ હેક થઈ હોવાની માહિતી મળતા જ યુપી ડેસ્કોએ સાઈબર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે.
ઉત્તર પ્રદેશ વિધાનસભાની વેબસાઈટ હેક કરાયાના સમાચાર સામે આવ્યા છે. વેબસાઈટ હેક થઈ હોવાની માહિતી મળતા જ યુપી ડેસ્કોએ સાઈબર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હેકરોએ વેબસાઇટ હેક કરી છે અને વાંધાજનક પોસ્ટ કરી છે. જો કે, વિધાનસભાની વેબસાઈટ પરથી કોઈ ડેટા ચોરાયો નથી.

સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પ્રભારીના જણાવ્યા અનુસાર, લખનૌ ગ્રામીણમાં સૂચના પ્રાદ્યોગિક (સુધારો) અધિનિયમ 2008ની કલમ 66C હેઠળ કેસ નોંધીને તપાસ કરવામાં આવી રહી છે. યુપી ડેસ્કોના આસિસ્ટન્ટ મેનેજર રામશંકર સિંહના જણાવ્યા અનુસાર પોલીસને ફરિયાદ આપવામાં આવી છે. બીજી તરફ એડીજી સાયબર ક્રાઈમ રામ કુમારને આ બાબતની જાણ થતા તેમને ખુદ આ બાબતે ગંભીરતાથી પગલાં લેવાનું શરૂ કર્યું છે. સાઇબર ક્રાઇમ સ્ટેશનન પોલીસે દાવો કર્યો છે કે તે ટૂંક સમયમાં હેકરને પકડી પાડશે.
બીજી તરફ મીડિયાને માહિતી આપતી વખતે ડીજીપી મુકુલ ગોયલે કહ્યું કે વિધાનસભાની વેબસાઇટ હેક કરવામાં આવી નથી. વેબસાઇટ કરાર પર ખાનગી કંપની દ્વારા વિશ્વભરમાં ચલાવવામાં આવે છે. આ દરમિયાન, વેબસાઇટ પર એક જાહેરાતનું એક પેજ આવી ગયુ હતું. માત્ર ભારતમાં જ નહીં પણ નેપાળ અને યુરોપના અન્ય દેશોમાં જ્યાં આ વેબસાઇટની કંપની કામ કરે છે ત્યાં આ જાહેરાત તે બધા પર ગઈ હતી. આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે અને કંપની સાથે વાત કર્યા બાદ તપાસ ચાલી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
