Video : આવી ગયુ દેશનું પહેલુ UPI ATM, ડેમો સાથે જાણો કેવી રીતે કામ કરે છે?
જેમ જેમ ટેકનોલોજી બદલાઈ રહી છે તેમ તેમ ઓનલાઈન પેમેન્ટ મેથર્ડમાં પણ મોટા ફેરફાર થઈ રહ્યા છે. આ ક્રમમાં જ હવે કાર્ડલેસ એટીએમ બાદ હવે યુપીઆઈ એટીએમ આવી ગયા છે.
વિચારો કે તમારી સામે ATM હોય અને કેસ ઉપાડવા ATMની જરૂર જ ન પડે તો? આવું જ કંઈક E વ્યક્તિ સાથે થયુ છે. એક વ્યક્તિએ વીડિયો શેર કરીને કાર્ડલેસ ટ્રાન્ઝેક્શન કેવી રીતે શક્ય છે તે સમજાવ્યું છે.

QR કોડથી રૂપિયા વિડ્રો કર્યા
આ વ્યક્તિએ UPI ATMમાંથી QR કોડ દ્વારા કેસ વિડ્રો કર્યા છે. દેશનું પ્રથમ UPI ATM અને આ ટ્રાન્ઝેક્શનની ચર્ચા સોશિયલ મીડિયા પર શરૂ થઈ ગઈ છે.
હિટાચી પેમેન્ટ સર્વિસે મંગળવારે મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ દરમિયાન નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના સહયોગથી UPI-ATM લોન્ચ કર્યું છે. નવું પ્લેટફોર્મ સુરક્ષિત કાર્ડલેસ કેશ વિડ્રોવલ સુવિધા આપવાનો દાવો કરે છે.
પિયુષ ગોયલે કહ્યું- આ ફિનટેકનું ભવિષ્ય
વિડિયો શેર કરતાં કેન્દ્રીયમંત્રી પીયૂષ ગોયલે X પર પોસ્ટ કર્યું, UPI ATM: fintechનું ભવિષ્ય આ છે. વિડિયોમાં રવિ સુતંજની નામના યુઝર્સે જણાવ્યુ કે, તેણે તેના UPI (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ) નો ઉપયોગ કરીને 500 રૂપિયા વિડ્રો કર્યા છે. તેને ભારત માટે એક નવીન વિશેષતા ગણાવીને તેણે બતાવ્યું કે તેણે કાર્ડલેસ ATMમાંથી કેવી રીતે રૂપિયા ઉપાડ્યા.
આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર તેને સતત શેર કરવામાં આવી કહ્યો છે. વીડિયોમાં લોકોને આ આઈડિયા પસંદ આવી રહ્યો છે જે ભવિષ્યમાં ઘણી વસ્તુઓને સરળ બનાવશે.
🚨 ATM Cash Withdrawal using UPI
— Ravisutanjani (@Ravisutanjani) September 5, 2023
Today I Made a Cash Withdrawal using UPI at Global FinTech Fest in Mumbai
What an Innovative Feature for Bharat pic.twitter.com/hRwcD0i5lu
લોકો કહી રહ્યા છે કે, આવા એટીએમ દરેક જગ્યાએ હોવા જોઈએ, જેથી લોકો સરળતાથી રોકડ ઉપાડી શકે. એટીએમ હંમેશા સાથે રાખવું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં ફક્ત એક QR કોડ દ્વારા ATMમાંથી પૈસા ઉપાડવા ખૂબ જ સરળ બનશે અને લોકોને ATM શોધવાની પરેશાની નહીં કરવી પડે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
