પર્યાવરણ મંત્રાલયમાંથી મુંદ્રા પ્રોજેક્ટ સહિતની 45 ફાઇલો ગુમ
નવી દિલ્હી, 3 મે : યુપીએ સરકારના શાસનકાળને 10 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે. હવે તેમના શાસનને પૂરા થવામાં માત્ર બે સપ્તાહનો સમય બાકી રહ્યો છે ત્યારે એક ચોંકાવનારી વિગત બહાર આવી છે. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયમાંથી નીતિ વિષયક અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેકટને લગતી 45 જેટલી ફાઇલો ગુમ થઇ જતા ખળભળાટ મચી ગયો છે.
આ અંગે અંગ્રેજી દૈનિક ડીએનએમાં એક ન્યુઝ રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર જયંતિ નટરાજન અને વીરપ્પા મોઇલી પર્યાવરણ પ્રધાનો હતા ત્યારે આ બધી ફાઇલો પ્રોસેસમાં હતી. ફાઇલો ગુમ થવાનો મામલો સીબીઆઇના ધ્યાનમાં આવ્યો છે. સીબીઆઇના ઓફિસરો ગયા મહિને આ મામલે મંત્રાલયના ઓફિસરોને બે વખત મળ્યા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ મહિને પણ ઓફિસરોની પુછપરછ કરવામાં આવશે.

મંત્રાલયમાંથી ગુમ થયેલી ફાઇલોમાં ગુજરાતના કચ્છ જિલ્લાના મુંદ્રા પોર્ટ ખાતે ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળના અદાણી પોર્ટ અને સ્પેશ્યલ ઇકોનોમીક ઝોનને લગતી ફાઇલો પણ છે. પર્યાવરણ મંત્રાલય હજુ એ પણ તપાસ કરી રહ્યું છે કે, કઇ અને કેટલી ફાઇલો ગુમ થઇ છે ? સુત્રો કહે છે કે કદાચ એવું પણ બને કે 45 કરતા પણ વધુ ફાઇલો ગુમ થઇ હોય?
પર્યાવરણ મંત્રાલયના સુત્રો કહે છે કે અમે હાલ તુર્ત કહી શકીએ છીએ કે 45 ફાઇલો ગુમ થઇ છે. જો કે તેઓ કહે છે કે ગુમ થયેલી ફાઇલો કોઇ મહત્વના નીતિ વિષયક નિર્ણયોને સ્પર્શતી ન હતી ઉપરાંત કોઇ ઔદ્યોગિક ગ્રુપ માટે કે તેની વિરૂધ્ધ પગલુ લેવા માટેની પણ ફાઇલો નહોતી.
મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે ગુમ થયેલી ફાઇલો મામલે સીબીઆઇએ કોઇ પુછપરછ કરી ન હતી. સીબીઆઇએ ફાઇલોના પ્રોસેસીંગના વિલંબ માટે પુછયુ હતુ ઉપરાંત કહેવાતા ભ્રષ્ટાચાર અંગે પણ પુછપરછ કરી હતી.
બીજી તરફ સીબીઆઇના સુત્રો કહે છે કે ચૂંટણી પછી તે આ મામલે સત્તાવાર તપાસ શરૂ કરશે. તે એ બાબત ઉપર તપાસ કરશે કે મંત્રાલયમાંથી કેટલા વર્ષ પહેલાની ફાઇલો ગુમ થઇ છે. સીબીઆઇના ઓફિસરનું કહેવુ છે કે, વિવિધ લાભ માટે એવુ પણ બની શકે કે કેટલાક ઓફિસરોએ ફાઇલ ગુમ કરી દીધી હોય કે તેનો નાશ પણ કરી દીધી હોય.
ડીએનએ રિપોર્ટ જણાવે છે કે ગૌતમ અદાણીના કેસમાં મંત્રાલય પાસે મુળ ફાઇલની ફોટોકોપી છે. જો કે તે ઓથેન્ટીક ગણી ન શકાય. સુત્રો કહે છે કે મુંદ્રા પ્રોજેકટમાં કેટલાક નિયમોનો ભંગ થયો છે તેવી ફરિયાદની ફાઇલ હતી અને તેમાં તપાસ કરવાની હતી પરંતુ ફાઇલ ગુમ થઇ જવાથી અમે કોઇ પગલા લઇ શકયા નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
