યુપીને મળશે 6 લેન હાઈવે, કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ કરી ઘોષણા
UP News: છેલ્લા 9 વર્ષમાં ભારતનું રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઘણું સારુ બન્યુ છે. નવા એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવેનું નિર્માણ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશ વચ્ચે નવો 6 લેન હાઈવે તૈયાર થઈ રહ્યો છે.
જેનો ફોટો કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરીને દિલ્હી-એનસીઆરને જોડતા આ પ્રોજેક્ટની માહિતી શેર કરી છે. આ નવા 6 લેન હાઈવેથી 3 રાજ્યોના લોકોને ફાયદો થશે.

આ હાઇવેથી વાહનનુ ઈંધણ અને સમય બંનેની બચત થશે. આ હાઇવે કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસવે (KMP એક્સપ્રેસવે) નજીક બનાવવામાં આવી રહ્યો છે, આ પ્રોજેક્ટ પર કુલ રૂ. 2,627 કરોડનો ખર્ચ થશે. આ નવા 6 લેન હાઈવેના નિર્માણથી ઉત્તર પ્રદેશ, દિલ્હી અને હરિયાણાને ઘણો ફાયદો થશે.
દિલ્હી, ફરીદાબાદ, નોઈડા, પલવલ અને બલ્લભગઢથી આવવા-જવામાં ઘણી સગવડ થશે અને સમયની પણ બચત થશે. ટ્વિટર પર આ પ્રોજેક્ટ સાથે સંબંધિત કેટલીક તસવીરો શેર કરતાં નીતિન ગડકરીએ લખ્યું, "આ હાઈવે દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશ વચ્ચેના ટ્રાફિકના પ્રવાહ માટે પ્રાથમિક માર્ગ તરીકે કામ કરશે અને ઉત્તર/પૂર્વ દિલ્હીને નોઈડા-ગાઝિયાબાદ સાથે જોડશે." કનેક્ટિવિટીમાં સુધારો થશે.
કેન્દ્રીય મંત્રીએ માહિતી આપી હતી કે આ 50 કિલોમીટર લાંબો 6 લેન હાઈવે ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી રહ્યો છે, જે નેશનલ હાઈવે 148ના KMP જંક્શન પાસે જેતપુર-પુસ્તા રોડથી શરૂ થઈ રહ્યો છે. નવો હાઇવે ડાયરેક્ટ નોઇડા-દિલ્હી ફ્લાયવે, દિલ્હી-મેરઠ, કુંડલી-માનેસર-પલવલ (KMP), NH-2 (દિલ્હી-આગ્રા), દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે અને જેવર એરપોર્ટ જેવા મુખ્ય હાઇવે સાથે પણ જોડાયેલ હશે.
કેન્દ્રીય મંત્રીએ માહિતી આપી હતી કે દિલ્હી વિસ્તારમાં આ વિભાગમાં ચાર સ્થળોએ ક્રોસ-એલિવેટેડ મેટ્રો રેલવે લાઇન હશે. આ ઉપરાંત સુંદરતા અને પર્યાવરણ માટે તમામ થાંભલાઓ માટે વર્ટિકલ ગાર્ડનનું આયોજન કરવામાં આવ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
