UP Viral Girl : કોણ છે બુલડોઝર વચ્ચે પોતાના પુસ્તકો બચાવનારી યુપીની વાયરલ ગર્લ?
UP Viral Girl : હાલમાં જ એક હૃદયસ્પર્શી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક નાનકડી છોકરી તોડફોડ વચ્ચે પોતાનાં પુસ્તકો બચાવતી જોવા મળે છે. આ કટોકટીના પલોમાં પણ શિક્ષણ પ્રત્યેની તેની લાગણી લોકોને ભાવુક કરી રહી છે.
ઉત્તર પ્રદેશના અરાઈ વિસ્તારમાં રહેતી આઠ વર્ષીય અનન્યા યાદવ માટે 21 માર્ચની સવારે સામાન્ય જ હતી. પણ થોડા જ કલાકોમાં બુલડોઝરનો ગજગજાટ તેના ઘરના સપનાઓને તોડી નાખે તે પહેલાં તેણે પહેલા પુસ્તકો બચાવવાનો નિર્ણય કર્યો.

આ નિર્ણયે હવે તેને દુનિયાભરમાં યોગી આદિત્યનાથની માનવતાવિહિન નીતિઓ સામે શિક્ષણની જીદનો પર્યાય બનાવી દીધી છે.
અનન્યાએ કહ્યું કે, મારા શિક્ષકે મને કહ્યું હતું કે જો હું સફળ થવા ઈચ્છું, તો મારા પુસ્તકો જ મારી તાકાત છે અને તે પોતાની ગુલાબી સ્કૂલ બેગ સાથે ભયભીત દ્રશ્યની વચ્ચે દોડી ગઈ.
તેના આ હિંમતભર્યા પગલાને કેમેરામાં કેદ કરનાર રાહદારીએ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો અને એ વીડિયો જોઈને લાખો લોકો ભાવુક થઈ ગયા.
આ મામલાએ રાજકીય માહોલ પણ ગરમાયો છે. નેતાઓ અનન્યાના પરિવારને મળવા પહોંચી રહ્યા છે, જ્યારે દેશની સર્વોચ્ચ અદાલત સુધી આ કિસ્સો પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટે પણ આ ઘટના પર ગંભીર ટિપ્પણી કરી અને કહ્યું કે આ દ્રશ્ય દરેક વ્યક્તિ માટે આઘાતજનક છે.
અનન્યાનો સંઘર્ષ માત્ર તેના માટે નહીં પણ દરેક એવા બાળક માટે છે જે શિક્ષણને સપનાની ચાવી સમજે છે. અનન્યાને કલ્પના નહોતી કે તેના પુસ્તકોને બચાવવા માટે લેવાયેલું આ પગલું દેશની સર્વોચ્ચ અદાલતનું ધ્યાન ખેંચશે.
योगी बाबा के बुलडोज़र से ढहाये जा रहे अपने घर से ये छः वर्षीय छात्रा अपनी किताबें बचा रही है.
— Neha Singh Rathore (@nehafolksinger) March 22, 2025
ये दृश्य मन दुःखी कर गया.😔 pic.twitter.com/tYrlADNxF3
મંગળવારે થયેલી સુનાવણીમાં જસ્ટિસ એએસ ઓકા અને ઉજ્જલ ભુયાનની બેન્ચે આ વીડિયોનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આ દરેક માટે આઘાતજનક છે. જસ્ટિસ ભૂયાને કહ્યું કે, તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં બુલડોઝર વડે ઝૂંપડા તોડી પાડવામાં આવી રહ્યા છે અને એક છોકરી તેના પુસ્તકોને બચાવવા દોડી રહી છે. આ દ્રશ્ય ખૂબ જ ભાવનાત્મક છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
