UP Politics : હવે 2 કરોડ યુવાનોને મળશે ફ્રી ટેબલેટ-સ્માર્ટફોન, યોગી સરકારે લીધો નિર્ણય
UP Politics : ઉત્તર પ્રદેશમાં દર વર્ષે 2 કરોડ યુવાનોને મફતમાં ટેબલેટ અને સ્માર્ટફોન આપવા માટે સરકારે બજેટમાં 3600 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. રાજ્ય સરકારના મંત્રી નંદ ગોપાલે આ અંગે માહિતી આપી હતી.
UP Politics : ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા 2 કરોડ યુવાનોને ટેબલેટ અને સ્માર્ટફોન આપવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. યોગી સરકારે યુવાનોને લેપટોપ અને સ્માર્ટફોન વહેચવા માટે 3600 કરોડ રૂપિયા બજેટમાં ફાળવ્યા છે. યુપી સરકારમાં કેબિનેટ મંત્રી નંદ ગોપાલ ગુપ્તાએ આ અંગે જાણકારી આપી હતી.

નંદ ગોપાલે જણાવ્યું હતું કે, યુવાનોને લેપટોપ વિતરણ કરવા વાર્ષિક બજેટમાં 3600 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. વર્ષ 2022માં સત્તામાં આવ્યા બાદ યોગી સરકાર લેપટોપ અને મોબાઈલ ફોનનું વિતરણ કરવા માટે મક્કમ છે.
કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉની સરકારોએ ચૂંટણીમાં મોટા મોટા વચનો આપ્યા હતા, પરંતુ તેને પૂરા કર્યા નથી. સરકારે બે કરોડ યુવાનોને મફતમાં સ્માર્ટફોન અને ટેબલેટનું વિતરણ કરવાનો નિર્ણય લીધો છે. આ માટે બજેટમાં 3600 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. અન્ય પક્ષો માત્ર વચનો જ આપે છે, ચૂંટણી જીત્યા પછી ભૂલી જાય છે, પરંતુ અમારી સરકાર વચનો નથી કરતી પણ સંકલ્પો કરે છે. અમે સ્માર્ટફોન અને ટેબલેટ ફ્રીમાં આપવાનો સંકલ્પ લીધો હતો, જે અમે પૂરો કરીશું. આ બજેટ ફાળવણી એ સપનાને સાકાર કરવાની દિશામાં એક મોટું પગલું છે.
રાજ્ય સરકારના મંત્રીએ જણાવ્યું હતું કે, યુવા પેઢીને આત્મનિર્ભર બનાવવા માટે સ્કીલ ઈન્ડિયા, ખેલો ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા, ડીજીટલ ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયા જેવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ સરકાર યુવાનોને સશક્ત બનાવવા માટે સતત કામ કરી રહી છે. આપણા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને યુવાનોમાં પૂરો વિશ્વાસ છે. આ જ કારણ છે કે સરકાર યુવાનોને દરેક સંભવ પ્લેટફોર્મ આપી રહી છે, જેથી તેઓ વધુ સારી રીતે આગળ વધે.












Click it and Unblock the Notifications
