UP Politics : અપર્ણા યાદવની સમાજવાદી પાર્ટીમાં ઘરવાપસી થવા જઈ રહી છે? જાણો કેમ શરૂ થઈ ચર્ચા?
UP Politics : વિપક્ષી પાર્ટીઓને તોડવા માટે કુખ્યાત બીજેપી માટે લોકસભા ચૂંટણીની હાર મોટી મુશ્કેલી બની રહી છે. ઉત્તર પ્રદેશમાં અપર્ણા યાદવ બીજેપીને મોટો ઝટકો આપી શકે છે.
અહેવાલો અનુસાર, અપર્ણા યાદવ સમાજવાદી પાર્ટીમાં પાછા ફરવા માટે પ્રયાસ કરી રહી છે. ચર્ચા એવી પણ છે કે શિવપાલ યાદવ ખુબ આના માટે પ્રયાસ કરી રહ્યાં છે.

દાવો કરવામાં આવી રહ્યો છે કે અપર્ણા યાદવ યુપી મહિલા આયોગમાં ઉપાધ્યક્ષ પદ મળવાથી ખુશ નથી. અહેવાલો અનુસાર, અપર્ણા યાદવને ઉપાધ્યક્ષ પદ તેના કદ કરતા નાનું લાગી રહ્યું છે. આ જ કારણ છે કે હવે નવી ચર્ચા છેડાઈ છે.
સૂત્રો અનુસાર, અપર્ણા યાદવ ભાજપથી નારાજ છે અને સમાજવાદી પાર્ટીના સંપર્કમાં છે. શિવપાલ યાદવ સહિત સમાજવાદી પાર્ટીના બે મોટા નેતાઓ અપર્ણા યાદવના સંપર્કમાં છે. અહેવાલ છે કે હાલમાં જ શિવપાલ યાદવ પણ અપર્ણા યાદવને મળ્યા હતા.
બીજી તરફ ભાજપ પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ અપર્ણા યાદવ સપાના સંપર્કમાં હોવાના સમાચારને નકારી કાઢ્યા છે અને કહ્યું કે, તે અમારી સાથે છે. તે પાર્ટી સાથે ખભે ખભા મિલાવીને સારી રીતે કામ કરી રહી છે. હું ઈચ્છું છું કે અપર્ણા યાદવને પાર્ટી તરફથી જે પણ જવાબદારી મળી છે તે પૂરી સમર્પણ સાથે નિભાવવી જોઈએ. હું તેમને શુભેચ્છા પાઠવું છું
અહેવાલો એવા પણ છે કે અપર્ણા યાદવ આ દિવસોમાં દિલ્હીમાં છે અને તે ટૂંક સમયમાં બીજેપી હાઈકમાન્ડને મળશે. કહેવામાં આવી રહ્યું છે કે અપર્ણા યાદવ બીજેપીના વરિષ્ઠ નેતાઓને મળીને પોતાની નારાજગી વ્યક્ત કરશે.
જણાવી દઈએ કે, અપર્ણા યાદવ ભલે ભાજપમાં હોય પરંતુ તેણે ક્યારેય અખિલેશ યાદવ અને પરિવારના કોઈપણ સભ્ય વિરુદ્ધ કોઈ રાજકીય ટિપ્પણી કરી નથી. એવા અહેવાલ છે કે આ જ કારણે અપર્ણા યાદવને હજુ સુધી કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી નથી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
