UP News : CM યોગીને મળ્યો ભારત રત્ન ડૉ. આંબેડકર એવોર્ડ, પૂર્વ રાષ્ટ્રપતિએ કહી આ વાત
UP News : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ભારતરત્ન ડૉ. આંબેડકર એવોર્ડથી નવાઝવામાં આવ્યા છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદે મુંબઇના શ્રી રામનાથ કોંવિદે મુંબઇના શ્રી ષણમુખાનંદ ઓડિટોરિયમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ભારતરત્ન ડૉ. આંબેડકર એવોર્ડથી નવાઝવામાં આવ્યા છે.
યોગી આદિત્યનાથનો આ એવોર્ડ લખનઉથી ઉત્તર પ્રદેશ વિધાન પરિષદના સભ્ય ડૉ, લાલજી પ્રસાદ નિર્મળે દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો.

બુધંજલિ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આવેલા ભારતના પૂર્વ રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે, યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં ગુંડાગીરી ખતમ કરીને રાજ્યને ભયમુક્ત બનાવવાનું કામ કર્યું છે. બીજી તરફ ભારત સરકારના કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે, યોગી આદિત્યનાથ અમારા મિત્ર છે અને ઉત્તર પ્રદેશના ગુંડાઓ, માફિયાઓ આજે તેમના નામથી ધ્રૂજી રહ્યા છે.
ડૉ. લાલજી પ્રસાદ નિર્મળે જણાવ્યું હતું કે, યોગીજીએ ઉત્તર પ્રદેશના સરકારી વિભાગોમાં ડૉ. આંબેડકરનો ફોટો લગાવવાનો આદેશ આપીને પ્રશંસનીય કાર્ય કર્યું છે. લખનઉમાં ડૉ. આંબેડકર મેમોરિયલ એન્ડ કલ્ચરલ સેન્ટર બનાવીને યોગી આદિત્યનાથે માઈ સાહેબ ડૉ. સવિતા આંબેડકરના સપના સાકાર કર્યા છે. યોગી આદિત્યનાથ આજે દલિત લોકોના મસીહા બની ગયા છે.
બુદ્ધાંજલિ ફાઉન્ડેશનના પ્રમુખ અને કાર્યક્રમના આયોજક કૈલાશ માસૂમે જણાવ્યું હતું કે, યોગી આદિત્યનાથને ભારત રત્ન ડૉ. આંબેડકર પુરસ્કાર આપવામાં અમને ગર્વ છે. યોગી સરકાર દલિતો, પછાત અને વંચિતોના હિતોને ધ્યાનમાં રાખીને કામ કરી રહી છે. યોગી આદિત્યનાથ બધાને સાથે લઈને ચાલી રહ્યા છે.
આ પ્રસંગે ફિલ્મ કલાકારો પ્રેમ ચોપરા, ઉદિત નારાયણ અને રાજપાલ યાદવ અને દેશના અન્ય ક્ષેત્રોની પ્રતિભાઓને પણ 13મા ભારત રત્ન ડૉ. આંબેડકર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
