UP Encounter : CM યોગીના રાજમાં 22 દિવસમાં 3 માફિયાના મોત, જાણો હવે કોનો વારો?
UP Encounter : ગેંગસ્ટર હોય તે માફિયા યોગી સરકારના રાજમાં કોઇ માથું ઉંચકી શકવાની હિંમત કરી શકતું નથી. યોગી સરકાર હાલ ઝિરો ટોલરન્સની પોલિસી પર કામ કરી રહી છે. જેમાં એક બાદ એક માફિયાની શાન ઠેકાણે લાવવામાં આવી રહી છે.
ગત 22 દિવસમાં બે માફિયા પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર કરાયા છે. જોકે, અતિક અહેમદ અને તેના ભાઇને પોલીસની હાજરીમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.

સરકારી સ્તરેથી 66 માફિયાઓને ચિહ્નિત કરવામાં આવ્યા છે, જે યાદીમાં હવે 63 નામ બાકી છે. જેમાંથી મુખ્તાર અંસારી અને સુનીલ રાઠી સહિત 38 માફિયાઓ જેલમાં છે, જ્યારે પાંચ ફરાર છે અને 20 જામીન પર બહાર છે.
ગુરુવારના રોજ STF સાથેના એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા કુખ્યાત અનિલ દુજાનાનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશનો કુખ્યાત અનિલ દુજાના 10મી એપ્રિલના રોજ જ અયોધ્યા જેલમાંથી જામીન પર બહાર આવ્યો હતો.
સ્પેશિયલ ડીજી કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમારનું કહેવું છે કે, સરકાર અને ડીજીપી હેડક્વાર્ટર સ્તરેથી 66 માફિયાઓની યાદી કરવામાં આવી હતી, જેઓ પર સતત નજર રાખવામાં આવે છે. તેમજ તેમની ગેંગની ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવે છે.
આ યાદીમાં સામેલ આદિત્ય ઉર્ફે રવિ 12 એપ્રિલના રોજ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો, જ્યારે અતીક અહેમદ અને તેનો ભાઈ અશરફ 15 એપ્રિલના રોજ માર્યો ગયા હતા.
અનિલ દુજાના મેરઠમાં STF દ્વારા એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. હવે ડીજીપી હેડક્વાર્ટર દ્વારા લીસ્ટેડ 63 માફિયાઓની ગતિવિધિઓ પર બારીકાઈથી નજર રાખવામાં આવશે. આ સાથે પશ્ચિમ ઉત્તર પ્રદેશના કુખ્યાત બદન સિંહ ઉર્ફે બદ્દો, સહારનપુરના રહેવાસી પૂર્વ MLC હાજી ઈકબાલ ઉર્ફે બાલા, ગૌતમ બુદ્ધ નગરના મનોજ ઉર્ફે ઈસે, મેરઠના વિનય ત્યાગી ઉર્ફે ટિંકુ, લખનઉના જુગનુવાલિયા ઉર્ફે હરવિંદર અને પ્રયાગરાજના જોવાદ ઉર્ફે પપ્પુ માફિયાઓની યાદીમાં સમાવેશ થાય છે.
આ સિવાય લીસ્ટેડ માફિયા બ્રિજેશ કુમાર સિંહ, સુશીલ ઉર્ફે મૂચ, વિનોદ શર્મા, એજાઝ, ડબ્બુ સિંહ ઉર્ફે પ્રદીપ સિંહ, ગુડ્ડુ સિંહ, અનૂપ સિંહ, સંજીવ દ્વિવેદી, રાકેશ યાદવ અને સુધીર કુમાર સિંહ સહિત 20 જામીન પર બહાર છે. તેમની ગતિવિધિઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે.
સ્પેશિયલ ડીજીના જણાવ્યા અનુસાર, માફિયાઓ સામે ચાલી રહેલા અભિયાનના ભાગરૂપે, દુજાનાની ગેંગની રૂપિયા 2.30 કરોડથી વધુની સંપત્તિ ગેંગસ્ટર એક્ટ હેઠળ જપ્ત કરવામાં આવી હતી. દુજાના સામે 30 કેસ કોર્ટમાં પેન્ડિંગ હતા. આ ગેંગના ચાલીસ બદમાશો સામે કાયદેસરની કાર્યવાહી પણ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
