વિચારધારામાં મતભેદ હોવા છતાં સપા સાથે ગઠબંધન કરશે કોંગ્રેસ!
વિચારધારામાં મતભેદ હોવા છતાં સપા સાથે ગઠબંધન કરશે કોંગ્રેસ!
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે મંગળવારે કહ્યું કે તેમની પાર્ટી કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીની વિચારધારા અલગ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીને સત્તાથી બહાર રાખવા માટે કોંગ્રેસ સપા સાથે ગઠબંધન કરી શકે છે. સલમાન ખુર્શીદે આ વાત એવા સમયે કરી છે જ્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ચૂંટણી બાદ સપા સાથે ગઠબંધનને લઈ સંકેત આપી ચૂક્યાં છે.

એએનઆઈ સાથે વાત કરતાં સલમાન ખુર્શીદે કહ્યું, "સપા સાથે અમારા સંબંધ સારા નથી, કેમ કે અમારા વૈચારિક મતભેદો છે. પરંતુ મોટા ફ્રેમવર્ક અંતર્ગત અમે ભાજપને સત્તાથી બહાર રાખવાની પ્રાથમિકતા આપશું કેમ કે તેઓ બહુ ભયાનક રહ્યા છે." ઉત્તર પ્રદેશમાં ચોથા તબક્કાના મતદાન વચ્ચે સલમાન ખુર્શીદના નિવેદનથી સંકેત મળે છે કે કોંગ્રેસ ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિમાં રાજ્યમાં ચૂંટણી બાદ ગઠબંધન માટે તૈયાર છે.
ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પ્રચાર પર સલમાન ખુર્શીદે કહ્યું, "રાજ્યમાં અમારી ઉપસ્થિતિ નોંધાવવા માટે જોરદાર રીતે ચૂંટણી લડી રહ્યા છીએ. જો કે વાડ્રા તરફથી બનાવવામાં આવેલી નવી રણનીતિનો પ્રભાવને જોવા માટે આપણે ઈંતેજાર કરવાની જરૂરત છે. આજે નહીં તો કાલે રાજનીતિ ઉત્તર પ્રદેશનો ચહેરો બદલવા જઈ રહી છે."
બુધવારે ચોથા તબક્કાના મતદાન બાદ ઉત્તર પ્રદેશમાં રાજ્યની 58 ટકા સીટો પર ચૂંટણી સંપન્ન થઈ જશે. ભાજપ અને સપા બંનેએ રાજ્યમાં સરકાર બનાવવાનો ભરોસો જતાવ્યો છે. પ્રિયંકા ગાંધીએ પ્રચાર અભિયાન દરમિયાન કહ્યું કે કોંગ્રેસની પિચ લોકો માટે તત્કાલ ચિંતાનો વિષય હોય તેવા મુદ્દાઓ પર છે. ચૂંટણી પછી સપા સાથે જવા માટે પણ પ્રિયંકા ગાંધી સંકેત આપી ચૂક્યાં છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ દિશામાં સંકેત આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં 3 તબક્કાનું મતદાન સંપન્ન થઈ ચૂક્યું છે, આજે ઉત્તર પ્રદેશમાં ચોથા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. જ્યારે આગામી 27 ફેબ્રુઆરીએ પાંચમા તબક્કામાં મતદાન થશે, 3 માર્ચના રોજ છઠ્ઠા તબક્કામાં મતદાન થશે અને 7 માર્ચના રોજ છેલ્લા અને સાતમા તબક્કાનું મતદાન થશે, આ ઉપરાંત આગામી 10 માર્ચના રોજ ઉત્તર પ્રદેશ વિધાનસભાના પરિણામ ઘોષિત થશે. ત્યારે યુપીની સત્તા પર કોણ બેસશે તે પરિણામ જાહેર થયા બાદ જ જાણી શકાશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
