UP Election: ભાજપે નગરપાલિકા ચૂંટણીમાં લગાવી તાકાત, બીજી યાદી પર ટકી દાવેદારોની નજર
UP Nagarpalika Election: ઉત્તર પ્રદેશમાં નગરપાલિકા ચૂંટણીને લઈને ભાજપે હાલમાં જ તેની પ્રથમ યાદી બહાર પાડી છે. પ્રથમ યાદીમાં યુપીમાં મેયરની 17માંથી 10 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. આમાંની મોટાભાગની સીટો એ છે જ્યાં પ્રથમ તબક્કા હેઠળ 4 મેના રોજ મતદાન થવાનું છે.
વળી, બીજા તબક્કાની ટિકિટના દાવેદારો હવે સંગઠનની આગામી યાદીની રાહ જોઈને પાર્ટી મુખ્યાલયના ચક્કર લગાવી રહ્યા છે. જોકે, યુપી રાજ્ય ભાજપ પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરીએ કહ્યુ છે કે પાર્ટી હાઈકમાન્ડની મંજૂરી બાદ ટૂંક સમયમાં બીજી યાદી જાહેર કરવામાં આવશે.

ભાજપે આ વખતે આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં ઘણા મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, સાથે સાથે એવી બેઠકો પર સામાન્ય કાર્યકરોને ટિકિટ આપી છે જ્યાં મોટા નામો દાવો કરી રહ્યા હતા. હવે તમામની નજર બીજી યાદી પર છે જે ટૂંક સમયમાં જાહેર થાય તેવી શક્યતા છે.
આ દરમિયાન, મુખ્યમંત્રી યોગી પણ ટૂંક સમયમાં નગરપાલિકા ચૂંટણીઓ માટે રેલીઓ શરૂ કરશે, જેની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. પ્રથમ યાદીમાં, ભાજપે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના મતવિસ્તાર વારાણસી, ગોરખપુર અને લખનઉના મેયર પદના ઉમેદવારો અને કાઉન્સિલરોની યાદી જાહેર કરી.
ભાજપના વ્યૂહરચનાકારોના જણાવ્યા મુજબ લઘુમતીઓ સાથે જોડાવા માટે, ભાજપ એક ઉર્દૂ પુસ્તક પણ તૈયાર કરી રહ્યું છે, જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની 'મન કી બાત'નું સંકલન છે, જે એક લાખ ઘરોમાં વહેંચવામાં આવશે.
યુપી ભાજપના રાજ્ય પ્રવક્તા અવનીશ ત્યાગીનુ કહેવુ છે કે, 'સરકારની પહેલ કોઈપણ પૂર્વગ્રહ વિના સૌ માટે શરૂ કરવામાં આવી છે. આ અમારી યુએસપી હશે કારણ કે પહેલીવાર વોટ બેંકની રાજનીતિ માટે કોઈ સમુદાય કે જાતિનું શોષણ કરવામાં આવી રહ્યું નથી. સરકાર સૌનો સાથ અને સૌનો વિકાસની રણનીતિ પર કામ કરી રહી છે.'
યુપીમાં 2022ની વિધાનસભા ચૂંટણી બાદ ભાજપે ઘણી પેટાચૂંટણી જીતી છે. રામપુર-આઝમગઢની લોકસભાની પેટાચૂંટણી હોય કે રામપુર (સદર) વિધાનસભા બેઠકની પેટાચૂંટણી હોય. ભાજપ અહીં પણ જીત નોંધાવવામાં સફળ રહ્યુ હતુ. અહીં ભાજપની જીત એટલા માટે પણ મહત્વની હતી કારણ કે આ બેઠકો મુસ્લિમ બહુમતીવાળી બેઠકો હતી.
આ પ્રયોગ પછી જ ભાજપે નગરપાલિકાની ચૂંટણીમાં મુસ્લિમ ઉમેદવારો પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ સમીકરણને ધ્યાનમાં રાખીને ભાજપે આ વખતે લખનઉ, વારાણસી, ગોરખપુર અને પ્રયાગરાજની નગર પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીમાં 35થી વધુ મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.
ભાજપ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવનાર સીટોના બીજા રાઉન્ડમાં આ સંખ્યા વધી શકે છે. સૂત્રોનુ માનીએ તો પાર્ટીની બીજી યાદી એક-બે દિવસમાં આવી શકે છે. પ્રથમ યાદીની જેમ બીજી યાદીમાં પણ સમાજના તમામ વર્ગોનું પ્રતિનિધિત્વ હશે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
