DSP મર્ડર કેસઃ રાજા ભૈયા સહિત ચારને ક્લીનચિટ

સરકારી સૂત્રો અનુસાર 20 જૂને નવી દિલ્હીની સેન્ટ્રલ ફોરેન્સિક લેબમાં તેમના પર કરવામાં આવેલા લાઇ ડિટેક્ટર પરીક્ષણમાં આ ગુનામાં તેમની ભૂમિકા હોવાનું બહાર આવ્યું નહોતુ. સીબીઆઇની વિશેષ અદાલતે ગુરુવારે તપાસ સંસ્થા તરફથી આ સંબંધમાં રિપોર્ટ રજૂ કરવામાં આવે તેવી સંભાવના છે. આ રિપોર્ટમાં રાજા ભૈયાને લાઇ ડિટેક્ટર પરીક્ષણના આધારે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, યુપીના પ્રતાપગઢના કુંડાના ડીએસપી જિયા ઉલ હકની બલીપુર ગામમાં હત્યા કરી દેવામાં આવી હતી. તે ગામ પ્રધાન નન્હે યાદવ અને તેના ભાઇ સુરેશ યાદવની હત્યા બાદ ફેલાયેલી હિંસાને રોકવા માટે ત્યાં પહોંચ્યા હતા. બાદમાં ડીએસબીની પત્ની પરવીન આઝાદે તત્કાલિન ખાદ્યમંત્રી રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયા પર પતિની હત્યાનો આરોપ લગાવ્યો હતો.
ત્યારબાદ રાજા ભૈયાએ મંત્રીમંડળમાંથી રાજીનામું આપવાની ફરજ પડી. તપાસ સીબીઆઇને સોંપવામાં આવ્યા બાદ ગત 15 અને 16 મેના રોજ રાજા ભૈયા સાથે પૂછપરછ કરવામાં આવી હતી અને અદાલતની પરવાનગી બાદ તેમનો લાઇ ડિટેક્ટર ટેસ્ટ કરવામાં આવ્યો. આ પહેલા જો કે, સીબીઆઇએ અદાલતમં રજૂ કરેલી ચાર્જશીટમાં રાજા ભૈયાના નામનો ઉલ્લેખ કર્યો નહોતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
