UPએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013માં પાર્ટનર બનવાનું નકાર્યું

ઉત્તર પ્રદેશે નરેન્દ્ર મોદીની સરકારે પાઠવેલા વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર સમિટ 2013માં ભાગીદાર બનવાના આમંત્રણને નકારી દીધું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 11થી 13 જાન્યુઆરી દરમિયાન યોજાનારી સમિટનો હેતુ ગુજરાતની શક્તિ, વિકાસને ગતિ આપનારી નીતિઓસ નવતર પ્રયાસો અને રોકાણકારો માટે અનુકૂળ માહોલ જેવી ખાસિયતોને દર્શાવીને રોકાણ આકર્ષવાનો હેતુ ધરાવે છે.
આ અંગે ઉત્તર પ્રદેશના અધિકારીઓએ જણાવ્યું કે "અમે ગુજરાત સરકારનું આમંત્રણ નકાર્યું છે તેનું એક માત્ર કારણ એ જ છે કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013માં જે પણ બિઝનેસ હાઉસ ભાગ લેશે તેમનું ધ્યાન રોકાણ માટે આકર્ષક રાજ્ય તરીકે ઉભરી રહેલા ગુજરાત પર કેન્દ્રિત હશે. ભૂતકાળની સમિટોમાં ભાગ લેનારા રાજ્યોનો અનુભવ છે કે તેમને પ્રાથમિકતા આપવામાં આવતી નથી."
આથી હવે ઉત્તર પ્રદેશ એક નિરીક્ષક તરીકે હાજરી આપશે. તેમના અધિકારીઓ સમિટ યોજાય તે અગાઉ હાજર રહેશે અને અનુભવ મેળવશે. આ અનુભવનો ઉપયોગ ઉત્તર પ્રદેશના અધિકારીઓ કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ) સાથેની ભાગીદારીમાં 27થી 29 જાન્યુઆરી, 2013 દરમિયાન આગ્રામાં યોજાનારી ગ્લોબલ પાર્ટનરશિપ સમિટમાં કરશે.
આ ઉપરાંત યુપી રૂપિયા 5 કરોડના ખર્ચે ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન માટે કોઇ જગ્યા રાખીને પ્રમોશન પણ કરશે નહીં. જો કે કાર્પેટ અને ચર્મ ઉદ્યોગ પોતાના ઉત્પાદનોને નિ:શુલ્ક પ્રદર્શિત કરશે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ










Click it and Unblock the Notifications
