UP Bypoll: ઘોસી પેટા ચૂંટણીમાં કોંગ્રેસ કોને સમર્થન આપશે? જાણો શું કહ્યું અજય રાયે?
ઉત્તર પ્રદેશના ઘોસી પેટા ચૂંટણીને લઈને માહોલ ગરમાયો છે. હવે આ પેટા ચૂંટણીમાં એક તરફ બીજેપીએ પુરી તાકાત લગાવી દીધી છે તો બીજી તરફ ઈન્ડિયા ગઠબંધન પણ ટક્કર આપવાની તૈયારી કરી રહ્યું છે. આ ક્રમમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજય રાયે મોટુ નિવેદન આપ્યુ છે.
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજય રાયે એક પત્ર જારી કરીને સમાજવાદી પાર્ટીને સમર્થન આપવાની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અજય રાયે જારી કરેલા સમર્થન પત્રમાં કહ્યું છે, સમાજવાદી પાર્ટી INDIA નો ભાગ છે, તેથી કોંગ્રેસ પાર્ટી સમાજવાદી મઉ જિલ્લાની 354-ઘોસી વિધાનસભાની પેટાચૂંટણીમાં જોડાશે.

તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી સમાજવાદી પાર્ટીના ઉમેદવારને સમર્થન આપે છે અને તેના તમામ કોંગ્રેસના કાર્યકરોને એસપીના જાહેર કરાયેલા ઉમેદવારને સંપૂર્ણ સહકાર આપવા અપીલ કરે છે.
જણાવી દઈએ કે, ઘોસી વિધાનસભા સીટ પૂર્વ મંત્રી દારા સિંહ ચૌહાણના રાજીનામા બાદ ખાલી પડી છે અને ઈલેક્શન કમિશને ચૂંટણીની જાહેરાત કરી છે. ઘોસી વિધાનસભા પેટાચૂંટણી જીતવા સમાજવાદી પાર્ટીએ પોતાની તાકાત લગાવી છે.
સમાજવાદી પાર્ટીના મુખ્ય રાષ્ટ્રીય મહાસચિવ રામગોપાલ યાદવ, રાષ્ટ્રીય મહાસચિવ શિવપાલ સિંહ યાદવ, પ્રદેશ અધ્યક્ષ નરેશ ઉત્તમ પટેલ, રાષ્ટ્રીય મહાસચિવ રામચલ રાજભર, લાલજી વર્મા અને ઈન્દ્રજીત સરોજે ઘોસીમાં છાવણી નાંખ છે.
પાર્ટીએ તમામ મોટા નેતાઓને અહીં બે-ત્રણ દિવસ સુધી ચૂંટણી જાહેર સભાઓ યોજવા સૂચના આપી છે. સપાના વડા અખિલેશ યાદવ મતદાન પહેલા 2 અથવા 3 સપ્ટેમ્બરે અહીં ચૂંટણી સભાઓ યોજશે.
Uttar Pradesh | As allies in the INDIA Opposition, Congress extends support to the Samajwadi Party (SP) in the upcoming Assembly by-poll on September 5 from the Ghosi constituency. pic.twitter.com/N8FO2HbNDD
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 26, 2023
જણાવી દઈએ કે, ઘોસીમાં બીજેપી ઉમેદવાર દારા સિંહ ચૌહાણ અને સપાના ઉમેદવાર સુધાકર સિંહ વચ્ચે ટક્કર છે. 2022માં એસપીની ટિકિટ પર ઘોસીથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા દારા સિંહ ચૌહાણ બીજેપીમાં પરત ફર્યા બાદ વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું.
ઘોસી વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણીમાં જીત મેળવવા બીજેપી અને સરકારની સંયુક્ત તાકાત સાથે રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધું છે. મતદારોને પોતાની સાથે જોડવા માટે પાર્ટી સંગઠનને સક્રિય અને ધારદાર બનાવી રહ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
