UP Budget 2023: બુંદેલખંડને સાધવાની કવાયત, જાણો ઝાંસી-ચિત્રકૂટને શું મળી ભેટ

નાણામંત્રી સુરેશ ખન્નાએ કહ્યુ કે બુંદેલખંડ એક્સપ્રેસ વેનુ નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યુ છે. એક્સપ્રેસ વેની આસપાસ ઔદ્યોગિક ક્લસ્ટર્સ સ્થાપિત કરવાની કાર્યવાહી પ્રક્રિયાધીન છે.

UP Budget 2023: ઉત્તર પ્રદેશમાં નાણામંત્રી સુરેશ ખન્નાએ બુધવારે 2023નુ વાર્ષિક બજેટ રજૂ કર્યુ. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ બજેટ પછી કહ્યુ કે યુપીમાં પાંચ એક્સપ્રેસ વે કામ કરી રહ્યા છે પરંતુ બજેટમાં બે લિંક એક્સપ્રેસ વે રુપે નવી યોજના શરુ કરવામાં આવી છે. આને લઈને નાણામંત્રી સુરેશ ખન્નાએ કહ્યુ કે પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર વાહન વ્યવહાર સંચાલિત છે. એક્સપ્રેસ-વેની આસપાસ ઔદ્યોગિક ક્લસ્ટર્સ સ્થાપિત કરવાનુ કામ ચાલી રહ્યુ છે.

up budget

ગોરખપુર-પૂર્વાંચલ લિંક એક્સપ્રેસ વે પર ચાલી રહ્યુ છે કામ

નાણામંત્રી સુરેશ ખન્નાએ કહ્યુ કે બુંદેલખંડ એક્સપ્રેસ વેનુ નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યુ છે. એક્સપ્રેસ વેની આસપાસ ઔદ્યોગિક ક્લસ્ટર્સ સ્થાપિત કરવાની કાર્યવાહી પ્રક્રિયાધીન છે. અહીં સુધી કે ગોરખપુર પૂર્વાંચલ લિંક એક્સપ્રેસ વે પરિયોજનાનુ નિર્માણ પ્રગતિ પર છે તથા ડિસેમ્બર, 2022 સુધી 56 ટકા કાર્ય પૂર્ણ થઈ ચૂક્યુ છે.

મેરઠથી પ્રયાગ સુધી બની રહેશે ગંગા એક્સપ્રેસ વે

નાણામંત્રી સુરેશ ખન્નાએ કહ્યુ કે મેરઠથી પ્રયાગરાજ સુધી લગભગ 594 કિમી લાંબા લગભગ 36230 કરોડની કિંમતે બની રહેલા ગંગા એક્સપ્રેસ વેનુ નિર્માણ કાર્ય પ્રગતિ પર છે. નાણાકીય વર્ષ 2023-2024ના બજેટમાં ઝાંસી લિંક એક્સપ્રેસ-વે તથા ચિત્રકૂટ લિંક એક્સપ્રેસવેની નવી પરિયોજનાઓના પ્રારંભિક ચરણ માટે 235 કરોડ રુપિયાની વ્યવસ્થા પ્રસ્તાવિત છે.

ડિફેન્સ કૉરિડોરને મળ્યા 550 કરોડ

બુંદેલખંડ એક્સપ્રેસ વે સાથે ડિફેન્સ કોરિડોર પ્રોજેક્ટ માટે રૂ. 550 કરોડની જોગવાઈ પ્રસ્તાવિત છે. ગોરખપુર લિંક એક્સપ્રેસ વેની બંને બાજુએ ગોરખપુરમાં ઔદ્યોગિક કોરિડોર વિકસાવવા માટે રૂ. 200 કરોડની વ્યવસ્થા પ્રસ્તાવિત છે.

યુપી ફિલ્મ સિટીમાં હશે દસ હજાર કરોડનુ રોકાણ

તેમણે કહ્યુ કે યમુના એક્સપ્રેસવે ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઑથોરિટી દ્વારા 1000 એકર જમીન પર સ્થપાઈ રહેલી ઈન્ટરનેશનલ ફિલ્મ સિટી ફિલ્મ સિટીમાંથી રૂ. 10,000 કરોડથી વધુના રોકાણની શક્યતા સાથે રોજગાર અને વ્યાપારી પ્રવૃત્તિઓમાં વધારો કરશે.

21 હજાર કિલોમીટર ગ્રામીણ રસ્તાઓનુ થયુ નિર્માણ

વર્તમાન સરકારના કાર્યકાળમાં અત્યાર સુધીમાં 21,696ની કિલોમીટરની લંબાઈમાં ગ્રામીણ રસ્તાઓ બનાવવામાં આવ્યા છે અને લગભગ 18,407 કિલોમીટરના રસ્તા પહોળા અને મજબૂત કરવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2022-2023માં રાજ્યના 60.397 કિલોમીટર લાંબા રસ્તાઓને ખાડામુક્ત બનાવવામાં આવ્યા હતા અને 14,144 કિલોમીટર લાંબા રસ્તાઓનુ નવીનીકરણ કરવામાં આવ્યુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X