Unnao rape case : ઉન્નાવ દુષ્કર્મ કેસના આરોપી કુલદીપ સેંગરના જામીન પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી

Unnao rape case : : ઉન્નાવ દુષ્કર્મ કેસમાં પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે સેંગરને જે જામીન મંજૂર કર્યા હતા, તેના પર હવે દેશની સર્વોચ્ચ અદાલતે રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ સેંગરની મુશ્કેલીઓ ફરી એકવાર વધી ગઈ છે.

થોડા સમય પહેલા દિલ્હી હાઈકોર્ટે કુલદીપ સેંગરની વચગાળાની જામીન અરજી સ્વીકારી હતી. જો કે, આ નિર્ણયને પડકારતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર સ્ટે લગાવી દીધો છે.

સુપ્રીમ કોર્ટે માત્ર જામીન પર રોક જ નથી લગાવી, પરંતુ આ મામલે કડક વલણ અપનાવતા સંબંધિત પક્ષોને નોટિસ પણ ફટકારી છે. કોર્ટે આગામી 4 અઠવાડિયામાં આ અંગે વિગતવાર જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં વર્ષ 2017માં એક સગીરા પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો, જેમાં તત્કાલીન ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર મુખ્ય આરોપી હતા.

આ કેસમાં નીચલી અદાલતે તેને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારથી સેંગર જેલમાં છે અને વારંવાર જામીન મેળવવાના પ્રયાસો કરી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X