ઉન્નાવ કેસ: સીબીઆઈએ કુલદીપ સિંહ સેંગર સહીત 10 લોકો પર કેસ નોંધ્યો
ઉન્નાવ રેપ પીડિતાના એક્સીડંટ મામલે સીબીઆઈ ઘ્વારા ભાજપા વિધાયક કુલદીપ સિંહ સેંગર સહીત 10 લોકો પર કેસ નોંધ્યો છે.
ઉન્નાવ રેપ પીડિતાના એક્સીડંટ મામલે સીબીઆઈ ઘ્વારા ભાજપા વિધાયક કુલદીપ સિંહ સેંગર સહીત 10 લોકો પર કેસ નોંધ્યો છે. સીબીઆઈ ઘ્વારા બીજા 20 અજ્ઞાત લોકો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ હત્યા, હત્યાની કોશિશ જેવા કારણોસર નોંધવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે રવિવારે રાયબરેલીમાં થયેલા રોડ એક્સિડન્ટમાં રેપ પીડિતા અને તેના વકીલ ગંભીર રૂપે ઘાયલ થયા હતા અને પીડિતાના કાકી અને માસીની મૌત થઇ હતી.

આરોપી વિધાયક કુલદીપ સિંહ સેંગરને ભાજપાએ કાઢી મુક્યો
ઉન્નાવ રેપ કેસમાં આરોપી વિધાયક કુલદીપ સિંહ સેંગરને ભાજપાએ પાર્ટીની બહારનો રસ્તો બતાવી દીધો છે. કુલદીપ સિંહ સેંગર અંગે સતત થઇ રહેલા વિરોધને અંતે પાર્ટીએ આ નિર્ણય લીધો છે. આપને જણાવી દઈએ કે કુલદીપ સિંહ સેંગર ઉન્નાવના બંગારમાઉં થી ભાજપા વિધાયક છે તેઓ હાલમાં જેલમાં છે.

ઓવૈસીએ સવાલ ઉઠાવ્યો
ઓવૈસીએ ભાજપ પર તીખો હુમલો બોલતા કહ્યું કે જેવી રીતે ગેંગરેપ થયા બાદ પણ સેંગર ભાજપમાં બન્યા રહ્યા, આ શર્મનાક છે. તેમણે કહ્યું કે તેઓ એક્સિડેન્ટથી આશ્ચર્યચકિત નથી કેમ કે છોકરીએ પહેલા કહ્યું હતું કે તેનો જીવ ખતરામાં છે. આ કારણ જ છે કે છોકરીને પોલીસ પર ભરોસો નથી અને તેણે સીબીઆઈ તપાસની માંગ કરી હતી. ઓવૈસીએ કહ્યું કે રવિવારે થયેલ અકસ્માતને ગંભીરતાથી લેવાની જરૂરત છે, ભાજપે આ અકસ્માતને ગંભીરતાથી લેવો જોઈએ.

નિવેદન બદલા દબાણ નાખ્યું
પીડિતાના ચાચાએ આગળ જણાવ્યું કે બાદમાં કુલદીપ સિંહ સેંગરે તે લોકોને જેલથી ફોન કર્યો. તેણે ફોન કરી કહ્યું કે જો જીવવા માંગતા હોય તો નિવેદન બદલી દો. તે રાયબરેલીની જેલમાં એક અન્ય કેસમાં બંધ છે અને આજીવન કારાવાસની સજા કાપી રહ્યા છે, તેને જ મળવા માટે પરિજનો જ્યારે જેલ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. પરિજનોનો આરોપ છે કે આ લોકો પર સતત કેસ પાછો લેવા માટે દબાણ બનાવવામાં આવી રહ્યું હતું. વારંવાર ફરિયાદ કરવા પર કોઈ કાર્યવાહી કરવામાં ન આવી. આખરે પોલીસ દ્વારા નોંધાયેલ એફઆઈઆરમાં દાવો કરવામાં આાવ્યો કે પીડિતાને ગામમાં તહેનાત પોલીસકર્મી સામે જ ભાજપી ધારાસભ્યનો ફોન આવ્યો અને કહ્યું હતું કે મામલો ન ઉકેલ્યો તો તેમને મારી નાખશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
