15 વર્ષીય અપરિણીત માતાએ 40 દિવસના પુત્રની ગળું દબાવી કરી હત્યા, પ્રેમીની ઉંમર 17 વર્ષ
મધ્યપ્રદેશમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પ્રેમ પ્રકરણ બાળકી, બળાત્કાર અને હત્યા સાથે જોડાયેલું છે. બાળકીને જુવેનાઈલ હોમમાં મોકલવામાં આવી છે.
દમોહ : મધ્યપ્રદેશમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પ્રેમ પ્રકરણ બાળકી, બળાત્કાર અને હત્યા સાથે જોડાયેલું છે. બાળકીને જુવેનાઈલ હોમમાં મોકલવામાં આવી છે. મળતી માહિતી મુજબ દમોહના તેંડુખેડા ગામમાં રહેતા 17 વર્ષના યુવક અને 15 વર્ષની યુવતી વચ્ચે પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. આ દરમિયાન યુવકે યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.

પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધાયો
શરૂઆતમાં તો મામલો દબાયેલો રહ્યો, પરંતુ જ્યારે યુવતી ગર્ભવતી થઈ અને તેનામાં શારીરિક ફેરફારો થયા તો પરિવારજનોને પણ ખબર પડી ગઇ. 40 દિવસ પહેલાબાળકીએ બાળકને જન્મ આપ્યો હતો.
આવા સમયે પરિવારના સભ્યોએ આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.

માતા અને બાળકની 20 દિવસથી વધુ સારવાર કરાઇ હતી
હવે બાળકી બાળકને લઈને હોસ્પિટલ પહોંચી અને પોતાની ખરાબ તબિયતનું બહાનું કાઢ્યું હતું. જે કારણે ડોક્ટર્સને તેના પર શંકા ગઈ હતી.
જે કારણે ડોક્ટર્સે પોલીસને જાણ કરી અનેબાળકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. યુવતીએ પોલીસની સામે સત્ય સ્વીકાર્યું. જે બાદ પોલીસે સગીરાને બાળ સુધાર ગૃહમાં મોકલી આપી હતી.
ઉલ્લેખનીય છે કે,16 ઓક્ટોબરના રોજ છોકરીએ જિલ્લા હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો. અહીં માતા અને બાળકને 20 દિવસથી વધુ સમયથી દાખલ કરવામાં આવ્યા હતા.

પોલીસે બાળકીને બાળ સુધાર ગૃહમાં મોકલી આપી
મીડિયા સાથે વાત કરતા પોલીસે જણાવ્યું કે, સગીર બાળકી 10 નવેમ્બરની રાત્રે બાળકીને લઈને તેંદુખેડા હોસ્પિટલ પહોંચી હતી. તપાસમાં બાળકનું મોત થયું હોવાનુંબહાર આવ્યું હતું.
જે બાદ પોસ્ટમોર્ટમમાં વાસ્તવિકતા બહાર આવી કે, છોકરીએ પોતે જ તેના બાળકનું દોરડા વડે ગળું દબાવીને હત્યા કરી હતી.
પોલીસે તેની સામે કલમ 302 હેઠળ કેસનોંધ્યો અને તેને જુવેનાઈલ કોર્ટમાં રજૂ કરી હતી, જ્યાંથી પોલીસે સગીરાને જુવેનાઈલ હોમમાં મોકલી આપી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
