સંયુક્ત રાષ્ટ્રએ દીયા મિર્ઝાને બનાવી પોતાની ખાસ દૂત, દુનિયાભરમાંથી પસંદ કરાયા 18 વ્યક્તિ
સંયુક્ત રાષ્ટ્રએ બોલિવુડ અભિનેત્રી દીયા મિર્ઝાને પોતાની ખાસ દૂત બનાવી છે.
સંયુક્ત રાષ્ટ્રએ બોલિવુડ અભિનેત્રી દીયા મિર્ઝાને પોતાની ખાસ દૂત બનાવી છે. તમને જણાવી દઈએ કે આ કામ માટે દુનિયાની 18 જાણીતી હસ્તીઓને પસંદ કરવામાં આવી છે. જેમાંથી એક દીયા મિર્ઝા છે. દીયાએ ટ્વીટ દ્વારા આની માહિતી આપી. તેણે લખ્યુ કે - 'સંયુક્ત રાષ્ટ્રમાં સતત વિકાસ લક્ષ્યોના મહાસચિવ રૂપે નિયુક્ત થવુ એક સમ્માન અને વિશેષાધિકારની વાત છે.' તમને જણાવી દઈએ કે ચૂંટાયેલા લોકોમાં ચીનના મોટા ઉદ્યોગપતિ અને અલી બાબા કંપનીના પ્રમુખ જૈક મા પણ શામેલ છે.

તમને જણાવી દઈએ કે આ ખાસ ડિપ્લોમેટને જળવાયુ પરિવર્તન પર પેરિસ સમજૂતીને પ્રચાર કરવાની જવાબદારી આપવામાં આવી છે. આ બધા ડિપ્લોમેટને યુએનના મહાસચિવ એનટોનિયો ગુટરેસે નિયુક્ત કર્યા છે.
It is an honour and privilege to be appointed the UN Secretary General's Advocate of Sustainable Development Goals. I will strive to convey the importance of achieving sustainable development for #Peace #Planet #Prosperity. #GlobalGoals #SDGs @antonioguterres @UN @UNEnvironment pic.twitter.com/1dekTI6goA
— Dia Mirza (@deespeak) 10 May 2019
ઉલ્લેખનીય છે કે દીયા મિર્ઝા સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમમાં સદભાવના દૂત રૂપે પહેલા પણ યુએન સાથે જોડાઈ છે. હવે આ નવી જવાબદારી મળવાથી તે ઘણી ખુશ છે. તમને જણાવી દઈએ કે સંયુક્ત રાષ્ટ્રએ 2015માં આ મુદ્દાઓ માટે સતત વિકાસ લક્ષ્ય નિર્ધારિત કર્યા હતા. સાથે આ લક્ષ્યને 2030 સુધી પૂરા કરવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
