કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલના કાફલાની એક ગાડીની બસ સાથે ભીષણ ટક્કર, ઘણા લોકો ઘાયલ
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલના કાફલાની એક બસ સાથે ભીષણ ટક્કર થઈ ગઈ. જેમાં ઘણા લોકો ઘાયલ થયા છે.
મધ્ય પ્રદેશના દમોહમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલના કાફલાના એક વાહનની બસ સાથે ભીષણ ટક્કર થઈ ગઈ. નરસિંહ ચોકી પાસે છતરપુરથી આવી રહેલી એક બસે કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ તેમજ જળશક્તિ રાજ્યમંત્રી પ્રહલાદસિંહ પટેલના પોલીસ કાફલાના વાહનને ટક્કર મારી દીધી. જેનાથી કાફલાના ત્રણ પોલીસકર્મી ઘાયલ થઈ ગયા છે. તેમને તાત્કાલિક ઈલાજ માટે જિલ્લા હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

ટક્કર એટલી જોરદાર હતી કે કારને નુકસાન થયું હતું. બસ સાથે કારનો પાછળનો ભાગ અથડાયો હતો. એક સિવાય કારમાં બેઠેલા તમામને ઈજા થઈ હતી. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ અમિત મિશ્રાએ જણાવ્યુ કે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ મંગળવારે વર્ધા ગામમાં આયોજિત પાર્ટીના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ કેન્દ્રીય મંત્રી મોડી સાંજે વર્ધા ગામથી દમોહ પરત ફરી રહ્યા હતા. તેમનો કાફલો નરસિંહગઢથી દમોહ તરફ આવી રહ્યો હતો.
આ દરમિયાન નરસિંહગઢ ચોકીના પિપરિયા પાસે, તેમના પોલીસ કાફલાના વાહનને છતરપુરથી જબલપુર જઈ રહેલી બસના ડ્રાઈવરે ટક્કર મારી હતી. જેના કારણે વાહનને નુકસાન થયુ હતુ અને સબ ઈન્સ્પેક્ટર એમપી સિંહ, હેડ કોન્સ્ટેબલ દેવી સિંહ અને યાસીન ખાન ઘાયલ થયા હતા. ત્રણેયને તાત્કાલિક જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી તરત જ કેન્દ્રીય મંત્રી પટેલ પણ જિલ્લા હૉસ્પિટલમાં પહોંચ્યા હતા અને ઘાયલોની પૂછપરછ કરી હતી અને તેમને યોગ્ય સારવાર માટે નિર્દેશ આપ્યો હતો. પોલીસે બસ કબજે કરી છે.
आज एक दुर्भाग्यपूर्ण भयावह घटना घटी, मेरे पायलट वाहन को बस से टक्कर लगी, सभी पुलिसकर्मियों को तुरंत उठाकर अस्पताल लाया, सभी का उपचार जारी है। प्रभु से प्रार्थना है सभी जल्दी स्वस्थ हों। pic.twitter.com/3YlFRrpVRK
— Prahlad Singh Patel (@prahladspatel) January 3, 2023
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
