તસવીરો: શું છે વાદળ, વરસાદ અને બજેટનું કનેક્શન?
બેંગ્લોર, 10 જુલાઇ: આજે દેશના બહુપ્રતિક્ષિત સામાન્ય બજેટ રજૂ થવાનું છે. સામાન્યથી માંડીને ખાસને આ વખતે બજેટ પાસે ખૂબ આશાઓ છે. દરેકને લાગે છે કે મોદી સરકારનું આ પ્રથમ બજેટ તેમની આશાઓ પર ખરું ઉતરશે. જવા દો દેશના નાણામંત્રી અરૂણ જેટલીના પટારામાં શું હશે કે શું નહી તે અંગે થોડા સમયમાં જ ખબર પડી જશે. તે પહેલાં અમે તમને બજેટનો એક રોચક પાસું જણાવીએ છે.
અને તે છે વરસાદનું બજેટ કનેક્શન. આઇ નેક્સ્ટમાં પ્રકાશિત લખનઉ યૂનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના આસિટન્ટ પ્રોફેસર ડૉ. મુકુલ શ્રીવાસ્તવે વરસાદ અને બજેટનો અનોખું કનેક્શન લોકોની સમક્ષ રજૂ કર્યું છે.
ડૉ. મુકુલ શ્રીવાસ્તવે લખ્યું છે કે આ વખતે વરસાદ કંઇક ખાસ છે, આ વરસાદમાં ઘણા વર્ષો પછી દેશનું બજેટ આવી રહ્યું છે એટલે વરસાદનું બજેટ સાથે કનેક્શન થવા જઇ રહ્યું છે.
સામાન્ય રીતે તો તમારા માટે તો વરસાદની સિઝન છઇ...છપા...છઇ કરવા અને ચા અને ભજીયા ખાવાની હોય છે.તમને જણાવી દઇએ કે ચાલુ વરસાદ શ્રાવણના મહિનામાં વધુ હોય છે અને તમે તે ગીત તો જરૂર સાંભળ્યું હશે ''તેરી દો ટકિયા કી નોકરી મેં મેરા લાખો કા સાવન જાય'' તમને ખબર છે શ્રાવણ કેમ લાખોનો છે.

શ્રાવણનો મહિનો લાખો નહી અરબોનો
અરે ભાઇ દેશનું બજેટ મૉનસુન પર ડિપેંડ કરે છે, એટલે વરસાદ ખૂબ મહત્વપૂર્ણ છે પરંતુ બજેટ તો ત્યારે બનશે જ્યારે 'વી ધ પીપલ' કામ કરશે જેથી આવક થશે અને શ્રાવણ લાખોનો નહી અરબો હશે અને કામ પણ થશે જ્યારે વરસાદ થશે કારણ કે હજુસુધી પણ આપણી ઇકોનોમી એગ્રીકલ્ચર બેસ્ડ છે અને ખેતી માટે પાણીની જરૂરિયાત હોય છે. પાણી માટે આપણે મોટાભાગે વરસાદ પર નિર્ભર છીએ તો આવી જ સિઝનમાં સમાચારોની હેડલાઇન વાંચી કે રાજસ્થાન અને નાગૌર જિલ્લામાં ગત સત્તર વર્ષથી સારો વરસાદ થયો નહી તો ત્યાં કેવી ખરાબ હાલત હશે, હવે તમે કહેશો કે તેને અહીં લખવાનો શું અર્થ?

જમાખોરીથી આપણું અને દેશનું બજેટ બગાડશે
તો અર્થ છે આજકાલ જમાખોરીની ચર્ચા ખૂબ જ થઇ રહી છે જમાખોરીના લીધે વરસાદનો અભાવ છે જેથી અનાજ અને શાકભાજીને ઉપજ ઓછી થવાની આશંકા છે, જમાખોર એટલા માટે શાકભાજીઓને માર્કેટમાં મોકલતા નથી પછી વધેલા ભાવે તે વધુ નફો રળી શકશે અને આપણું અને દેશનું બજેટ બગાડશે. શું તમે વિચાર્યું કે વરસાદના પાણીની જમાખોરી આપણે કરી હોય તો શાકભાજીની જમાખોરી કરનાર કંઇક કરી શકતા. કારણ કે ખેતરોની સિંચાઇ માટે આપણે ચોમાસાની રાહ જોવી ન પડતી.

મોડા વરસાદથી વિજળી અને મોંઘવારી સંકટ
દેશમાં નાગોર જેવા અને બીજા ઘણા વિસ્તાર છે જ્યાં લોકો આપણા તમારા જેવા ખુશનસીબ નથી અને આજેપણ વરસાદની રાહ જોઇ રહ્યાં છે. તેને સમજવા માટે પર્યાવરણીય દ્રષ્ટિકોણની જરૂરિયાત છે. ત્યાં જે સ્થિતી છે તે માનવીય અયોગ્ય સંચાલનનું પરિણામ છે. કેટલાક વર્ષોમાં નાગૌર જેવી સ્થિતી દરેક જગ્યાએ થશે. જરા વિચારો જો અલનીનોના લીધે ચોમાસાની મોડી એન્ટ્રીથી વિજળી અને મોંઘવારીનું એટલું મોટું સંકટ ઉભું થયું છે પરંતુ ચિંતા કોને છે, લોકો તો મોંઘવારી માટે બજેટ અને સરકારને કોંસશે.

નાની નાની પણ મોટી વાતો
કહેવાનો અર્થ એટલો જ છે કે આપણી દરેક નાની નાની પરેશાનીઓ પાછળના તાર પણ આપણી નાની નાની બેદરકારીઓ પાછળ જોડાયેલા છે, બજેટ તો આવી જશે પરંતુ વરસાદના અભાવ વિશે થોડું ગંભીરતાપૂર્વક વિચારવાની જરૂરિયાત છે. બજેટ બાદ પડનાર પ્રભાવો પર બધા પોતાનો ઓપીનિયન આપશે પરંતુ વરસાદનું બજેટ કનકેશન કોણ જોશે.

વરસાદી પાણીની જમાખોરી
આને અવગણના કરવાની ભૂલ ન કરો, વરસાદ ઓછો થવા પાછળના કારણને સમજો અને તેમાં પોતાની જવાદારીને સમજો. વરસાદના પાણીને બચાવો કારણ કે જમીની પાણીનું લેવલ સતત ઘટી રહ્યું છે અને તે લેવલને વધારવાની એક જ રીત રેન વોટર હાર્વેસ્ટિંગ એટલે કે પાણીની જમાખોરી કરવામાં આવે અને વિશ્વાસ રાખો આ જમાખોરીથી દેશનું બજેટ સુધરશે. અત્યાર સુધી તમને સમજાઇ ગયું હશે કે વાદળ, વરસાદ અને બજેટની આ મૌસમ આપણા બધા માટે કેટલું મહત્વ ધરાવે છે તો શું વિચારી રહ્યાં છો આજથી પાણીની જમાખોરી કરવાનું શરૂ કરી દો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
