સનાતન પર વિવાદિત નિવેદનના કારણે ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિન સામે નોંધાઈ એફઆઈઆર
Udhyanidhi Stalin: ડીએમકે નેતા અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિન વિરુદ્ધ મહારાષ્ટ્રમાં એફઆઈઆ દાખલ કરવામાં આવી છે. વાસ્તવમાં, ઉદયનિધિએ જે રીતે સનાતન ધર્મને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ત્યારથી તે સતત વિવાદોમાં છે, જેના કારણે મહારાષ્ટ્રમાં તેમની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
મીરા રોડ પોલીસે માહિતી આપી છે કે પોલીસે આ મામલે આઈપીસીની કલમ 153A અને 295A હેઠળ કેસ નોંધ્યો છે. તમને જણાવી દઈએ કે ઉદયનિધિ સ્ટાલિને એક કાર્યક્રમ દરમિયાન સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે કરી હતી અને કહ્યુ હતુ કે આનો અંત આવવો જોઈએ.

તેમણે કહ્યું કે તેને ભૂંસી નાખવો જોઈએ. તેમના આ નિવેદનને લઈને ઘણો વિવાદ થયો હતો. જોકે, વિપક્ષી પાર્ટીના નેતાઓએ તેમના નિવેદનથી પોતાને દૂર રાખ્યા હતા.
જ્યારે ઉદયનિધિને સનાતન ધર્મ પરના તેમના નિવેદન અંગે સ્પષ્ટતા માંગવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે તેઓ તેમના નિવેદન પર સંપૂર્ણ રીતે અડગ છે. આટલું જ નહીં, જ્યારે એક પત્રકારે તેમને આ અંગે પ્રશ્ન પૂછ્યો તો તેમણે પોતે જ પત્રકારને પૂછવાનું શરૂ કર્યું કે, મને કહો કે તમે સનાતન ધર્મમાં માનો છો?
તમિલનાડુ ભાજપના નેતાઓએ મંગળવારે ઉદયનિધિ સ્ટાલિન સામે કેસ નોંધવાની માંગ કરી હતી. આ અંગે તેમણે પોલીસને આવેદનપત્ર પણ આપ્યું છે. ભાજપે પોલીસને સુપ્રીમ કોર્ટના નિર્દેશને પણ ટાંક્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે દ્વેષપૂર્ણ ભાષણના કેસોમાં, રાજ્યએ પોતાની રીતે કાર્યવાહી કરવી જોઈએ અને કેસ નોંધવો જોઈએ. ભાજપના પ્રતિનિધિમંડળે કહ્યું કે આવા મામલામાં કેસ ન નોંધવો એ કોર્ટની અવમાનના છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
