જાણો કેવી રીતે અબુ કાસિમને મારી, સેનાએ લશ્કર-એ-તૈયબાની કમર તોડી
ભારતીય સુરક્ષા બળોના હાથે લાગી છે સૌથી મોટી સફળતા. તેમણે લશ્કર એ તૈયબાના ટોપના કમાન્ડર અબુ કાસિમને ગોળીઓથી વીંધી નાંખ્યો છે. બુધવારે રાત 2 વાગે કુલગામ વિસ્તારમાં સુરક્ષાબળો વચ્ચે થયેલી અથડામણમાં કાસિમની મોત થઇ છે. નોંધનીય છે કે અબૂ કાસિમ ઉધમપુર હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો.
નોંધનીય છે કે અબુ કાસીમ એક ખતરનાક આતંકી હતો. આ કુખ્યાત આતંકીને એનઆઇએ લાંબા સમયથી શોધી રહી હતી. એટલું જ નહીં તેની પર 20 લાખ રૂપિયાનું ઇનામ પણ હતું.

આ હુમલામાં અબૂ કાસિમનો હતો હાથ
1. વર્ષ 2013માં અબુએ શ્રીનગરમાં સેના પર હુમલો કર્યો હતો જેમાં 9 જવાનો શહીદ થઇ ગયા હતા.
2. જમ્મુ કાશ્મીરના બહાદુર પોલિસ ઓફિસર અલ્તાફ અહમદની હત્યામાં પણ કાસિમનો હાથ હતો.
3. ઓગસ્ટ 2015માં ઉધમપુર જિલ્લામાં બીએસએફના કાફલા પર આતંકી હુમલા કરવા પાછળ પણ અબુ કાસિમ માસ્ટરમાઇન્ડ હતો.
4. ઉધમપુર હુમલામાં કાસિમનો સાથ આપનાર નાવેદને સેનાએ જીવતો પકડ્યો હતો. અને તેણે આ વાતનો ખુલાસો કર્યો હતો.
5. કાસિમ મુખ્યત્વે પાકિસ્તાનથી આંતકવાદીઓને બાર્ડર ક્રોસ કરાવતો હતો અને તેને કાશ્મીરમાં રહેવાની પૂરેપૂરી વ્યવસ્થા કરતો હતો.
ત્યારે લશ્કરના ટોપ કમાન્ડરને મારી ભારતીય સુરક્ષાબળોએ લશ્કર-એ-તૈયબાની કમર તોડવામાં મોટી સફળતા મેળવી છે. જુઓ આ વીડિયો...
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
