શોપિયાં એનકાઉન્ટરમાં લશ્કરના બે આતંકી ઠાર, બેંક મેનેજરની હત્યામાં હતા શામેલ
જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લા આતંકીઓ સાથે અથડામણમાં સુરક્ષાકર્મીઓએ લશ્કરના બે આતંકવાદીઓને ઠાર માર્યા છે.
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લા આતંકીઓ સાથે અથડામણમાં સુરક્ષાકર્મીઓએ લશ્કરના બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. સુરક્ષાકર્મીઓને વિસ્તારમાં અમુક આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતી મળી હતી ત્યારબાદ આ એનકાઉન્ટર મોડી રાતે શરુ થયુ. જે બે આતંકવાદીઓને સુરક્ષાકર્મીઓએ ઠાર માર્યા છે તે લશ્કર એ તૈયબાના આતંકવાદીઓ છે. આઈજીપી વિજય કુમારે કહ્યુ કે માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એકની ઓળખ શોપિયાંના રહેવાસી જાન મોહમ્મદ લોન તરીકે થઈ છે. આ ઉપરાંત તાજેતરમાં 2 જૂને કુલગામ જિલ્લામાં બેંક મેનેજર વિજય કુમારની હત્યામાં પણ તે શામેલ હતો.

વિજય કુમાર રાજસ્થાનના હનુમાનગઢના રહેવાસી હતા. તેઓ કુલગામના મોહનપુરામાં બેંક મેનેજરના પદ પર હતા. આતંકવાદીઓએ તેમને બેંકની અંદર ગોળી મારી દીધી હતી. તમને જણાવી દઈએ કે કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગના વધતા જતા મામલાઓને જોતા સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં સીજેઆઈ એનવી રમન્નાને કાશ્મીરમાં હિંદુઓના મોત અંગે સંજ્ઞાન લેવાનું કહેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે 31 મેના રોજ કુલગામમાં મહિલા શિક્ષિકા રજનીબાલાની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તે સાંબાની રહેવાસી હતી. કુલગામના ગોપાલપોરામાં તેમની હત્યા કરવામાં આવી હતી. રજની ગોપાલપોરા હાઈસ્કૂલમાં શિક્ષિકા હતા. ફાયરિંગ બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનુ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. 12 મેના રોજ જમ્મુ-કાશ્મીરના બડગામમાં આતંકવાદીઓએ રેવન્યુ ડિપાર્ટમેન્ટના એક ઓફિસરને ગોળી મારી હતી. તાલુકા ઓફિસમાં ઘુસીને આતંકીઓએ રાહુલ ભટ્ટ નામના અધિકારીની હત્યા કરી નાખી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાહુલ ભટ્ટનુ મોત થયુ હતુ. કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટ લાંબા સમયથી રેવન્યુ વિભાગમાં કામ કરતા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
