બે દિવસ માટે ભારત બંધ શરૂ, જાણો કેમ છે હડતાલ
નવી દિલ્હી, 20 ફેબ્રુઆરી: વધતી જતી મોંઘવારી સહિત કેટલીક માંગણીઓને લઇને ટ્રેડ યુનિયનોની હડતાલના કારણે બે દિવસનું ભારત બંધ શરૂ થઇ ગયું છે. દિલ્હી, મુંબઇ, બેંગ્લોરથી માંડીને દરેક નાના-મોટાં શહેરોમાં બંધની વ્યાપક અસર જોવા મળે છે. જ્યાં બસો બંધ છે, ત્યાં રિક્ષાવાળા 4 કિલોમીટર સુધી જવા માટે 100 રૂપિયા માંગી રહ્યાં છે, જ્યાં રિક્ષાચાલકો હડતાલ પર છે ત્યાં પ્રાઇવેટ બસોના ભાડા આસમાને પહોંચી ગયા છે.
દૂધ, શાકભાજીમ ફળ વગેરે બજારમાં મળી તો રહ્યાં છે પરંતુ શાકમાર્કેટમાં સન્નાટો છવાયેલો છે. કારણ કે ટ્રકોની હડતાલના કારણે સવારમાં તાજી શાકભાજી કે ફળ-ફળાદિ મળી રહ્યાં નથી. કેટલાક શહેરોમાં તો દૂધ પણ પહોંચ્યું નથી. આ વખતે તો દવાની દુકાનો પણ બંધ છે. મુંબઇમાં લોકલ ટ્રેનો અને દિલ્હીમાં મેટ્રો દોડી રહી છે.

બંધની અસર પર અમે તમને અપડેટ આપતા રહીશું પરંતુ તે પહેલાં જાણો લો કે આ હડતાલ કેમ છે-
1: કેન્દ્ર સરકાર વધતી જતી મોંઘવારી પર લગામ કસવામાં નિષ્ફળ નિવડે છે, માટે નિતિઓમાં ફેરફાર કરવામાં આવે.
2: સરકારી સંગઠનોમાં અનુકંપાના આધારે નોકરી આપવામાં આવે.
3: આઉટસોર્સિંગ બંધ કરી સ્થાયી નોકરીઓ આપવામાં આવે.
4: મોંઘવારીને જોતાં ન્યૂનતમ મજૂરી વધારવામાં આવે
5: બેંકોના વિલય નિતીને લાગૂ કરવામાં ન આવે.
6: કેન્દ્રિય કર્મચારીઓના વેતનમાં દર પાંચ વર્ષે વધારો કરવામાં આવે.
7: સરકારી સંસ્થાઓની ભાગીદારી ખાનગી કંપનીઓને વહેંચવામાં ન આવે.
8: શ્રમ અને કાનૂનમાં ફેરફાર કરવામાં આવે.
9: નવી પેન્શન સ્કીમ બંધ કરીને જૂની લાગુ કરવામાં આવે.
10: રિટેલ સેક્ટરમાં એફડીઆઇનો નિર્ણય પાછો ખેંચવામાં આવે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
