નેપાળના રસ્તે ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરનારા બે ચીની નાગરીકોની ધરપકડ, બિહારથી પકડાયા
છેલ્લા કેટલાક સમયથી નેપાળના રસ્તે ભારતમાં ઘુષણખોરી વધી રહી છે. હાલમાં જ પાકિસ્તાની મહિલા સીમા હૈદર બાદ હવે બે ચીની નાગરીકો નેપાળના રસ્તે ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરતા પકડાયા છે.
સામે આવેલી માહિતી અનુસાર, નેપાળના રસ્તે બિહારમાં પ્રવેશવાની કોશિશ કરી રહેલા આ બે ચીની નાગરીકોને ઈમિગ્રેશન ઓફિસરે પકડ્યા છે. આ બન્ને નેપાળના બીરગંજ થઈને ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

અહેવાલો અનુસાર, બંને વિઝા વગર જ ભારતીય સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અહેવાલો એવા પણ છે કે આ બંને ચીની નાગરિકો બીજી વખત ગેરકાયદેસર રીતે ભારતીય સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
અહેવાલો અનુસાર, બંને 2 જુલાઈના રોજ પહેલીવાર નેપાળ બોર્ડર પાર કરીને ભારતમાં પ્રવેશતા ઝડપાયા હતા અને બંને ફરી એક વખત આમ કરતા ઝડપાયા છે.
હાલ આ બન્ને કેમ ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેની પાછળનો હેતુ હજુ સુધી જાણી શકાયો નથી. ઈમિગ્રેશન અધિકારીઓને જાસૂસ હોવાની આશંકા છે. અધિકારીઓએ જણાવ્યું કે, સુરક્ષા કર્મચારીઓએ શનિવારે બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાના રક્સૌલથી ભારત-નેપાળ સરહદથી ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા બે ચીની નાગરિકોની ધરપકડ કરી છે.
પૂર્વ ચંપારણના એસપી કંતેશ કુમાર મિશ્રાએ જણાવ્યું કે, ચીનના પૂર્વ પ્રાંત જિયાંગ્સીના રહેવાસી ઝાઓ જિંગ અને એફયુ કાંગ તરીકે ઓળખાતા ચીની નાગરિકો શનિવારે રાત્રે 8.45 કલાકે રક્સૌલ શહેરમાં ભારતીય કસ્ટમ ઓફિસ નજીકથી પકડવામાં આવ્યા છે. તે કોઈપણ માન્ય દસ્તાવેજો વિના સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
