PM મોદીની પર્સનલ વેબસાઈટનું ટ્વિટર અકાઉન્ટ હેક, હેકર્સે આ ડિમાંડ કરી
PM મોદીની પર્સનલ વેબસાઈટનું ટ્વિટર અકાઉન્ટ હેક, હેકર્સે આ ડિમાંડ કરી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટર અકાઉન્ટ હેક થઈ ગઈ છે. હેકર્સે narendramodi.in નું ટ્વિટર અકાઉન્ટ હેક કર્યા બાદ બિટકૉઈનની ડિમાંડ રાખી. આ ટ્વિટર અકાઉન્ટ હેક કરનાર હેકર્સની ડિટેલ પણ સામે આવી ચૂકી છે. જૉન વિક (hackindia@tutanota.com) એ પીએમ મોદીની પર્સનલ વેબસાઈટના ટ્વિટર હેંડલને હેક કરી કોવિડ 19 રિલીફ ફંડ માટે ડોનેશનમાં બિટકોઈનની ડિમાંડ કરી છે.

અકાઉન્ટ હેક થયાની થોડી મિનિટો બાદ જ આ ટ્વિટ હટાવી લેવામાં આવ્યું. અગાઉ હેકરે ટ્વિટર અકાઉન્ટ હેક કરી ત્રણ ટ્વિટ કર્યા અને ક્રિપ્ટો કરન્સીની ડિમાંડ રાખી. સતત કરાયેલા ટ્વિટમાંથી એક ટ્વિટમાં હેકર્સે લખ્યું હતું કે હું લોકોને અપીલ કરું છું કે કોવિડ 19 માટે બનાવેલ પીએમ રિલીફ ફંડમાં ડોનેટ કરો. હેકરનું નામ જૉન વિક જણાવવામાં આવી રહ્યું છે.
જણાવી દઈએ કે પીએમ મોદીની પર્સનલ વેબસાઈટનું ટ્વિટર અકાઉન્ટ વેરિફાઈડ અકાઉન્ટ છે, જેના પર 25 લાખથી વધુ ફોલોઅર્સ છે. આ હેકર્સ ગ્રુપ જૉન વિકને લઈ હાલમાં જ સમાચારમાં આવ્યું હતું, જેમાં તેમના પર પેટીએમ મોલના ડેટા ચોરી કરવાનો આરોપ લાગ્યો હતો. ડેટાના બદલે ફિરોતી માંગવાો આરોપ લાગ્યો હતો. હેકર્સે પીએમ મોદીના અકાઉન્ટને હેક કરી એ વાત પણ લખી કે તેમણે પેટીએમ મૉલ અકાઉન્ટ હેક નથી કર્યું.












Click it and Unblock the Notifications
