TV9 Kannada Opinion poll: કર્ણાટકમાં કોની સરકાર, જાણો લેટેસ્ટ ઓપિનિયન પોલમાં?
કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે હવે મતદાનને ગણતરીના દિવસો બાકી છે. હાલ રાજ્યમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે વિવિધ મુદ્દાઓને લઈને સ્થિતી ઝડપથી બદલાઈ રહી છે. હાલમાં જ ટીવી9 કન્નડનો ઓપિનિયન પોલ સામે આવ્યો છે. આ પોલમાં આ વાતનો પુરાવો મળે છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણી જીતવા રાજકીય પક્ષો રોડ શો, રેલી અને જાહેર સભાઓ કરી રહ્યા છે. બીજેપી માટે ખુદ નરેન્દ્ર મોદીએ મોરચો સંભાળ્યો છે તો કોંગ્રેસે તેના તમામ મોટા નેતાઓને પ્રચારમાં ઉતારી દીધા છે.

ચૂંટણી માટે મતદાનને માત્ર પાંચ દિવસ બાકી છે ત્યારે, TV9 કન્નડાએ ચૂંટણી પ્રચારના છેલ્લા તબક્કામાં મતદારોનો મૂડ જાણવા માટે એક સર્વે કહ્યો હતો. આ સર્વેમાં ચૌકાવનારા તારણો સામે આવ્યા છે.
TV9 કન્નડાએ એપ્રિલના છેલ્લા સપ્તાહ અને મેના પ્રથમ સપ્તાહમાં આ સર્વે કર્યો છે. આ સર્વેમાં અગાઉના તમામ સર્વેથી વિપરીત પરીણામો મળ્યા છે. આ સર્વે પર ભરોષો કરીએ તો બીજેપી સૌથી વધુ સીટો જીતી શકે છે.
અગાઉના તમામ સર્વેમાં કોંગ્રેસને બહુમતિ મળતી જોવા મળી હતી. હવે આ સર્વેમાં બીજેપી આગળ વધી રહી છે. હાલની પરિસ્થિતી બીજેપી માટે ફાયદાકારક બની રહી છે.
TV9 કન્નડા ઓપિનિયન પોલ અનુસાર, 2023ની ચૂંટણીમાં બીજેપીને 105-110 સીટો મળવાની સંભાવના છે. બીજી તરફ કોંગ્રેસની સીટો લગભગ 90 થી 97 આસપાસ રહી શકે છે. ડેટા અનુસાર, જેડીએસને 19 થી 22 બેઠકો મળી શકે છે.
આ સર્વે મુજબ અપક્ષ સહિત અન્ય પક્ષોને પાંચ બેઠકો મળી શકે છે. જો કે મેના પ્રથમ સપ્તાહમાં કરવામાં આવેલા સર્વે અનુસાર, અહીં અપક્ષોને કોઈ સીટ ન પણ મળે. ચોક્કસ તો હવે પરિણામ આવે ત્યારે જ ખબર પડશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
