Earthquake Alert: ઉત્તરાખંડમાં તુર્કી જેવા મોટા ભૂકંપનુ જોખમ, જાણો વૈજ્ઞાનિકોએ શું કહ્યુ રિપોર્ટમાં
ભૂકંપ વિજ્ઞાનના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. એન રાવે ઉત્તરાખંડમાં પણ તુર્કી જેવા મોટા ભૂકંપની ચેતવણી જાહેર કરી છે. જાણો શું કહે છે વૈજ્ઞાનિકો.
Earthquake Alert: તુર્કી અને સીરિયામાં ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપમાં ઘણા શહેરો નષ્ટ થઈ ગયા છે. આ કુદરતી આફત બાદ કાટમાળમાંથી 40 હજારથી વધુ લોકોના શબ કાઢવામાં આવી ચૂક્યા છે. આ દરમિયાન હવે રાષ્ટ્રીય ભૂભૌમિતિકીય અનુસંધાન સંસ્થા(NGRI)માં ભૂકંપ વિજ્ઞાનના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. એન રાવે ઉત્તરાખંડમાં પણ તુર્કી જેવા મોટા ભૂકંપની ચેતવણી જાહેર કરી છે. જોશીમઠ આફત વચ્ચે હવે વૈજ્ઞાનિકોએ ચેતવણી જાહેર કરી છે.

ઉત્તરાખંડમાં પણ તુર્કી જેવા ભૂકંપની ચેતવણી
ટીઓઆઈના અહેવાલ મુજબ, રાવે ધ્યાન દોર્યુ હતુ કે ઉત્તરાખંડમાં સપાટીની નીચે ઘણો તણાવ ઊભો થઈ રહ્યો છે અને તણાવને દૂર કરવા માટે 'મોટો ભૂકંપ' જરૂરી છે. જો કે, તેમણે ઉમેર્યુ હતું કે ધરતીકંપની તારીખ અને સમયની આગાહી કરી શકાતી નથી. વિનાશ ઘણા પરિબળો પર આધારિત છે જે એક ભૌગોલિક પ્રદેશથી બીજામાં બદલાય છે.
ઉત્તરાખંડમાં દરેક ગતિવિધિ પર નજર
તેમણે કહ્યુ, 'અમે ઉત્તરાખંડ પર ધ્યાન કેન્દ્રિત કરીને હિમાલયના ક્ષેત્રમાં લગભગ 80 સિસ્મિક સ્ટેશન સ્થાપિત કર્યા છે. અમે વાસ્તવિક સમય પર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. અમારો ડેટા દર્શાવે છે કે તણાવ મોટા પાયે એકઠા થઈ રહ્યો છે. 'અમારી પાસે આ વિસ્તારમાં જીપીએસ નેટવર્ક છે. GPS પોઈન્ટ આગળ વધી રહ્યા છે, જે સપાટીની નીચે થઈ રહેલા ફેરફારો સૂચવે છે.
ભૂકંપ ક્યારે આવશે એ ભવિષ્યવાણી ના કરી શકીએ
વેરિઓમેટ્રિક જીપીએસ ડેટા પ્રોસેસિંગ એ પૃથ્વી પર શું થઈ રહ્યુ છે તે નક્કી કરવા માટેની વિશ્વસનીય પદ્ધતિઓ પૈકીની એક છે તેમ રાવે જણાવ્યુ હતુ. રાવે ભારપૂર્વક જણાવ્યુ હતુ કે, 'અમે ચોક્કસ સમય અને તારીખની આગાહી કરી શકતા નથી પરંતુ ઉત્તરાખંડમાં ગમે ત્યારે પ્રચંડ ભૂકંપ આવી શકે છે.' તમને જણાવી દઈએ કે વેરિઓમીટર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની વિવિધતાઓને માપે છે.
ટૂંક સમયમાં શરુ થવાની છે ચારધામ યાત્રા
તુર્કી અને સીરિયામાં વિનાશ બાદ બદ્રીનાથ અને કેદારનાથ જેવા તીર્થસ્થળોના પ્રવેશદ્વાર તરીકે ગણવામાં આવતા જોશીમઠ ખાતે ભૂસ્ખલનની પૃષ્ઠભૂમિમાં ટોચના વૈજ્ઞાનિકની ટિપ્પણીઓ આવી છે. તેમજ ચાર ધામ યાત્રા લગભગ બે મહિનામાં શરૂ થવા જઈ રહી છે. આ યાત્રા દ્વારા લાખો શ્રદ્ધાળુઓ ઉત્તરાખંડ તરફ જતા હોય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
