આ છે જયલલિતાની કથિત દિકરીની સચ્ચાઇ!
સોશિયલ મીડિયા પર જયલલિતાની દિકરીની તસવીર વાયરલ થઇ છે. ગાયક ચિન્મયીએ ખોલી આ પોસ્ટની પોલ!
તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાના નિધન બાદ અનેક પ્રકારની અફવોઓને હવા મળી છે. સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર જયલલિતાના મૃત્યુનું રહસ્ય, તેમના ચહેરા પર જોવા મળેલા નિશાન ઉપરાંત વિવિધ અફવાઓ ફેલાઇ રહી છે. એવામાં હવે સોશિયલ મીડિયા પર જયલલિતાની કથિત દિકરીની તસવીર વાયરલ થઇ છે.
અહીં વાંચોઃ જયલલિતાનું નિધન કેમ રહસ્યમયી? અભિનેત્રી ગૌતમીની PM પાસે તપાસની માંગ

અહીં વાંચોઃ જયલલિતાની તેમના દિકરા સુધાકરન સાથેના સંબંધોની કહાની
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી અને જયલલિતાની કથિત દિકરી હર્ષાની આ તસવીર અંગે ચિન્મયીએ ખુલાસો કર્યો છે. પ્રખ્યાત પ્લેબેક સિંગર ચિન્મયી શ્રીપદે આ વાયરલ પોસ્ટ અંગે પોતાના ટ્વીટર અને ફેસબૂક એકાઉન્ટ પર ખુલાસો કરતા કહ્યું છે કે, જે છોકરીને જયલલિતાની દિકરી ગણાવવામાં આવી રહી છે તેને તે ઓળખે છે.
The lady in this photograph belongs to an illustrious family we are close to. Please dont trust ridiculous whatsapp forwards. pic.twitter.com/7qFIaX1u1F
— Chinmayi Sripaada (@Chinmayi) December 11, 2016
સોશિયલ મીડિયા પર જે પોસ્ટ વાયરલ થઇ છે, તેમાં દાવો કરવામાં આવ્યો છે કે, જયલલિતાની એક દિકરી હતી, જેનું નામ શ્રી હર્ષા હતું અને તેનો જન્મ 70ના દાયકામાં થયો હતો. આ પોસ્ટની સાથે જ જયલલિતાની કથિત દિકરીની એક તસવીર પણ જાહેર કરવામાં આવી છે.
She belongs to renowned Mridangam Vidwan Trivandrum Balaji’s family. He acts in these web series called ‘HusBanned’.
— Chinmayi Sripaada (@Chinmayi) December 11, 2016
સોશિયલ મીડિયા પર લોકો આડેધડ આ પોસ્ટ શેર કરી રહ્યા હતા, એવામાં ચિન્મયીએ આ પોસ્ટની પોલ ખોલવાનું કામ કર્યું છે. ચિન્મયીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે, જયલલિતાની દિકરીના નામે જે છોકરીની તસવીર પોસ્ટ કરવામાં આવી છે, તે મૃદાંગમ્ વિદ્વાન વી.બાલાજીના પરિવારની છે અને સાથે જ ચિન્મયીએ આ છોકરીને પોતે ઓળખતી હોવાની માહિતી પણ આપી છે.
અહીં વાંચોઃ જયલલિતાની રોયલ લાઇફસ્ટાયલ
સાથે જ ચિન્મયીએ લોકોને જયલલિતાની કથિત દિકરીની પોસ્ટ શેર ન કરવાની પણ સલાહ આપી છે. તેણે લખ્યું છે કે, આ પોસ્ટ કોઇ અસંતુલિત વ્યક્તિએ લખી છે, જેમાં કોઇ હકીકત નથી. આ પોસ્ટ અંગે એઆઇએડીએમકે એ પણ સફાઇ આપી છે અને આ પોસ્ટને ખોટી જાહેર કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
